Maharashtra Political Crisis Live: શિંદે ગ્રુપની અરજી પર સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને આપી નોટિસ, 11 જુલાઈએ વધુ સુનાવણી

Maharashtra Political Crisis: મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેએ ધડાકો કરતા કહ્યુ છે કે, બાગી જૂથના નેતા એનાથ શિંદેને 20 મેના રોજ ઉધ્ધવ ઠાકરેએ સીએમ પદ ઓફર કર્યુ હતુ.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 27 Jun 2022 03:05 PM
સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને આપી નોટિસ

શિંદે ગ્રુપની અરજી પર સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને નોટિસ ફટકારી છે. આ કેસમાં વધુ સુનાવણી 11 જુલાઈએ હાથ ધરવામાં આવશે.





ઉદ્ધવ સરકારને મોટો ફટકો

મહારાષ્ટ્ર સરકારને મોટો ફટકો લાગ્યો છે. શિંદે ગ્રુપના બળવાખોર ધારાસભ્યોએ મહાવિકાસ અઘાડી સરકારમાંથી તેમનું સમર્થન પાછું ખેંચ્યું છે.

મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બની શકે છે, રાવસાહેબ દાનવેએ આપ્યા સંકેત

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે મોટા સમાચાર મળી રહ્યા છે. કેન્દ્ર સરકારના મંત્રી રાવસાહેબ દાનવેએ સંકેત આપ્યા છે કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બની શકે છે.

50-50 કરોડમાં વેચાયા ધારાસભ્યો- સામના

શિવસેનાએ તેના મુખપત્ર સામના દ્વારા ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. જેમાં ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા હોવાનું લખવામાં આવ્યું હતું. સામનામાં ખુલ્લા શબ્દોમાં લખવામાં આવ્યું છે કે કેન્દ્રને લાગે છે કે આ ધારાસભ્યોનો અર્થ એવો છે કે તેઓ લોકશાહી, સ્વતંત્રતાના રક્ષક છે, તેથી તેઓ તેમનો વાળ પણ નુકસાન થવા દેશે નહીં. વાસ્તવમાં આ લોકો 50-50 કરોડમાં વેચાતા 'બિગ બુલ્સ' છે.

શિંદે જૂથ MNSને મર્જર માટે મુખ્ય વિકલ્પ તરીકે જોઈ રહ્યું હોવાની ચર્ચા

સૂત્રોના જણાવ્યા અનુસાર શિંદે ગ્રુપ વિલય માટે  વિકલ્પો શોધી રહ્યું છે. જો શિંદે જૂથના વિલીનીકરણનો સમય આવશે તો આ જૂથ પણ રાજ ઠાકરે (Raj Thackeray)ની પાર્ટી MNSમાં જોડાઈ શકે છે. શિંદે જૂથ MNSને મર્જર માટે મુખ્ય વિકલ્પ તરીકે જોઈ રહ્યું હોવાનું કહેવાય છે. તેની પાછળનું કારણ એ છે કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ વારંવાર કહ્યું છે કે તેઓ હિન્દુત્વ માટે અલગ થઈ રહ્યા છે. તેમનું હિન્દુત્વ બાલાસાહેબ ઠાકરેનું હિન્દુત્વ છે.  તાજેતરના સમયમાં રાજ ઠાકરે દ્વારા ભજવવામાં આવેલી હિન્દુત્વની ભૂમિકા બાળાસાહેબ ઠાકરે જેવી જ છે. એવી અટકળો છે કે હિંદુત્વના મુદ્દે શિંદે જૂથ MNS સાથે ભળી શકે છે.

આદિત્ય ઠાકરેનો ધડાકો

મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકાર પર સર્જાયેલા સંકટ વચ્ચે શિવસેનાના નેતા તેમજ મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેએ ધડાકો કરતા કહ્યુ છે કે, બાગી જૂથના નેતા એનાથ શિંદેને 20 મેના રોજ ઉધ્ધવ ઠાકરેએ સીએમ પદ ઓફર કર્યુ હતુ.આમ છતા શિંદેએ 20 જૂને બળવો કર્યો હતો. આદિત્ય ઠાકરેએ કહ્યુ હતુ કે, જ્યારે તેમને આ ઓફર અપાઈ ત્યારે તેમણે ગોળ ગોળ વાત કરી હતી અને પ્રસ્તાવને ટાળવાનો પ્રયાસ કર્યો હતો.ઉધ્ધવ ઠાકરેએ શિંદને કહ્યુ હતુ કે, તમારે સીએમ બનવુ છે ને તો લો હું તમને સીએમ બનાવુ છું..

લાખો શિવ સૈનિકો અમારા એક ઈશારાની જ રાહ જોઈ રહ્યા છે: સંજય રાઉત

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેના પ્રવક્તા સંજય રાઉતના ધમકીભર્યા સૂર યથાવત છે. સંજય રાઉતે આજે પણ એક ટ્વિટ કરીને ચેતવણી આપતા અંદાજમાં બળવાખોર ધારાસભ્યોને કહ્યુ હતુ કે, કબ તક છિપોગે ગુવાહાટી મે...આના હી પડેગા ચોપાટી મે... તેમણે કહ્યુ હતુ કે, લોકોનો ભરોતો ઉધ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના પર કાયમ છે.જે લોકો બહાર ગયા છે તેઓ શિવસેનાના નામનો ઉપયોગ ના કરે અને પોતાના બાપના નામનો ઉપયોગ કરીને વોટ માંગે..તેમને જે કરવુ હોય તે કરવા દો...છેવટે તેમણે મુંબઈ આવવુ જ પડશે.લાખો શિવસૈનિકો અમારા એક ઈશારાની રાહ જોઈ રહ્યા છે પણ અમે હજી સંયમ રાખ્યો છે.

બ્રેકગ્રાઉન્ડ

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે એકનાથ શિંદે જૂથના 20 બાગી ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં હોવાનો અહેવાલ સામે આવ્યો છે. જાણવા મળ્યા મુજબ એકનાથ શિંદે સાથે રહેલા ઓછામાં ઓછા 20 ધારાસભ્યો કથિત રીતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં છે. તેમાંથી કેટલાક ધારાસભ્યો ભાજપમાં વિલયની વિરૂદ્ધમાં છે.


શિવસેનાના 15 બળવાખોરોને મળી Y+ કેટેગરીની સુરક્ષા


શિવસેનાના 15 બળવાખોર ધારાસભ્યોને કેન્દ્ર સરકાર તરફથી વાય પ્લસ (Y+) કેટેગરીની સુરક્ષા આપવાની જાહેરાત કરવામાં આવી છે. મોદી સરકારે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા પ્રદાન કરવાની જાહેરાત કરી છે. ધારાસભ્યોની સુરક્ષા માટે સીઆરપીએફના જવાનોની તૈનાતી કરવામાં આવી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.