= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બળવાખોર ધારાસભ્યોના વિશ્વાસઘાતને ભૂલીશું નહીં મીટિંગ વિશે વાત કરતા મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું કે તમે પહેલાથી જ જાણો છો કે મીટિંગમાં શું થયું. પરંતુ મહત્વની વાત એ છે કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ કરેલા વિશ્વાસઘાતને ભૂલીશું નહીં.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બળવાખોર ધારાસભ્યોને ડેપ્યુટી સ્પીકરની નોટિસ મહારાષ્ટ્રમાં બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવી શકે છે. હકીકતમાં, બળવાખોર ધારાસભ્યોને ડેપ્યુટી સ્પીકરની નોટિસ જારી કરવામાં આવી છે. જે મુજબ તેમને 27 જૂન સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
શિવસેનાએ ચૂંટણી પંચને પત્ર લખ્યો મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેના શિંદે જૂથ સામે વધુ આક્રમક દેખાઈ રહી છે. દરમિયાન શિવસેનાએ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું કે શિવસેના કે બાળાસાહેબ ઠાકરેના નામનો ઉપયોગ કોઈને કરવા દેવો જોઈએ નહીં. શિંદે જૂથ બાળાસાહેબ ઠાકરે અને શિવસેનાના નામ પર વિચાર કરી રહ્યું હતું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બળવાખોર ધારાસભ્યો સામે શિવસેના બની વધુ આક્રમક શિવસેનાની કાર્ય કારીણીની બેઠકમાં એક પ્રસ્તાવ પસાર કરાયો છે. શિવસેનાના સંપૂર્ણ અધિકાર અને સત્તા ઉદ્ધવ ઠાકરેને આપતો પ્રસ્તાવ પસાર કરાયો. સંજય રાઉત દ્વારા પ્રસ્તાવ મુકાયો અને તમામ લોકોએ તેને સમર્થન આપ્યું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગઠબંધન એનસીપી-કોંગ્રેસ સાથે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ગઠબંધન એનસીપી-કોંગ્રેસ સાથે છે, ભાજપ સાથે હાથ મિલાવવાનો સવાલ જ નથી. ગુવાહાટીમાં એકનાથ શિંદેની ધારાસભ્યો સાથેની બેઠક પૂર્ણ થઈ ગઈ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
144 લાગુ છતાં આદિત્ય ઠાકરેની થશે સભા મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી હોવા છતાં આદિત્ય ઠાકરેની સભાને મંજૂરી આપવામાં આવી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મુંબઈમાં કલમ 144 લાગુ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને લઈ થયેલી બબાલના પગલે મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. 10 જુલાઈ સુધી શહેરમાં કલમ 144 લાગુ કરાઈ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સેના ભવન પહોંચ્યા ઉદ્ધવ મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરે સેના ભવન પહોંચી ગયા છે. શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક થોડીવારમાં શરૂ થશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
થાણે સિટીમાં લગાવાઈ કલમ 144 મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમને લઈ થાણે સિટીમાં 30 જૂન સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બળવાખોરો પરત ફરશે તેવો વિશ્વાસ શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું, બળવાખોરો નેતા પરત ફરશે તેવો મને વિશ્વાસ છે. ફડણવીસને આ મેટરમાં નહીં પડવાની સલાહ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
એકનાથ શિંદેએ બોલાવી બેઠક સૂત્રોના જણાવ્યા મુજબ, બળવાખોર નેતા એકનાથ શિંદેએ આગામી વ્યૂહરચના ઘડવા માટે બેઠક બોલાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બહુમતી સાબિત કરવા શું છે આંકડો મહારાષ્ટ્રની 288 ધારાસભ્યો વાળી વિધાનસભામાં કોઇપણ રાજકીય પાર્ટીને પોતાની બહુમતી સાબિત કરવા માટે 144 ધારાસભ્યનુ સમર્થન જોઇતુ હોય છે, હાલના સરકારમાં શિવસેનાના 55 ધારાસભ્યો, એનસીપીના 53 ધારાસભ્યો અને કોંગ્રેસના 44 ધારાસભ્ય છે. આ ઉપરાંત એમએનએસ, સ્વાભિની પક્ષ અને રાષ્ટ્રીય સમાજ પક્ષના એક એક ધારાસભ્ય અને 6 અપક્ષ ધારાસભ્યોનુ સમર્થન છે. તો વળી બીજેપીની પાસે 106 ધારાસભ્યોની સાથે મુખ્ય વિપક્ષી પાર્ટી બનેલી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ફ્લૉર ટેસ્ટ કોણ કરે છે કાયદા અનુસાર, જો વિધાનસભા સત્ર ચાલી રહ્યું હોય છે, તો વિધાનસભા અધ્યક્ષ ફ્લૉર ટેસ્ટ માટે બોલાવી શકાય છે, પરંતુ જો સત્ર નથી ચાલી રહ્યું તો અનુચ્છેદ 163 અંતર્ગત રાજ્યપાલ ફ્લૉર ટેસ્ટ માટે બોલાવી શકે છે. યાદ રહે કે મહારાષ્ટ્રમાં હાલ ફ્લૉર ટેસ્ટ માટે રાજ્યપાલ જ બોલાવી શકે છે, કેમ કે ત્યાં વિધાનસભા સત્ર નથી ચાલી રહ્યું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
16 ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા જાહેર થઈ શકે છે નોટિસ ગુવાહાટીમાં બેસીને એકનાથ શિંદે સરકાર વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા છે ત્યારે સીએમ ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર ધારાસભ્યો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. શિવસેનાએ આજે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પણ બોલાવી છે, બીજી તરફ પાર્ટીના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે આજે નોટિસ જારી કરવામાં આવી શકે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મહારાષ્ટ્રમાં પોલીસ એલર્ટ પર મહારાષ્ટ્ર પોલીસે રાજ્યભરમાં એલર્ટ જાહેર કર્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી શકે છે અને ઉગ્ર વિરોધ કરી શકે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજકીય સંકટ વચ્ચે વિકાસ કામ અટકશે નહીંઃ CM ઠાકરે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે સીએમ ઉદ્ધવ ઠાકરેએ વહીવટી અધિકારીઓને સૂચનાઓ જારી કરી છે. મળતી માહિતી મુજબ, તેમણે અધિકારીઓને કહ્યું છે કે રાજ્યમાં ચાલી રહેલા રાજકીય સંકટની અસર વિકાસ કાર્યો પર ન થવી જોઈએ. પહેલાની જેમ જ તમામ કામકાજ ચાલુ રહેશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રામદાસ આઠવલે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે બેઠક યોજાશે આજે રામદાસ આઠવલે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે બેઠક યોજાશે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ફડણવીસના નિવાસસ્થાને બેઠક મળશે. રામદાસ આઠવલે 11 વાગ્યા આસપાસ ફડણવીસના ઘરે પહોંચશે. જેમાં મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ અંગે બંને વચ્ચે ચર્ચા થશે. રામદાસ આઠવલે NDAના સાથી હોવાથી આ બેઠક મહત્વની માનવામાં આવે છે.