Maharashtra Politics: મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં બળવા પછી મંત્રીઓને વિભાગોની વહેંચણીને લઈને મડાગાંઠ શુક્રવારે સમાપ્ત થઈ ગઈ. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંત્રીઓને વિભાગોની વહેંચણી કરી છે.


અજિત પવાર - નાણા અને આયોજન વિભાગ


છગન ભુજબળ - અન્ન નાગરિક પુરવઠો


દિલીપ વાલસે પાટીલ - સહકાર મંત્રી


હસન મુશ્રીફ - તબીબી શિક્ષણ 



આ દરમિયાન  આ મડાગાંઠનો અંત આવી રહ્યો છે કારણ કે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી તરીકે જોડાયેલા અજિત પવાર અને તેમની સાથેના NCPના અન્ય 8 ધારાસભ્યોને  શુક્રવારે (14 જુલાઈ) ના રોજ વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. 



NCPમાં બળવો ક્યારે થયો ?


શરદ પવારની આગેવાની હેઠળની NCP માં 2 જુલાઈના રોજ બળવો થયો હતો. તેમના ભત્રીજા અજિત પવાર અને લગભગ ત્રણ ડઝન ધારાસભ્યો સત્તાધારી શિવસેના-ભાજપ ગઠબંધનમાં જોડાયા હતા. આ દરમિયાન અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને NCPના અન્ય આઠ નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા હતા.  



સુનીલ તટકરેને પ્રદેશ અધ્યક્ષ બનાવાયા હતા


પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે, પાર્ટીના નિયમો મુજબ પ્રદેશ પ્રમુખ પદ માટેની ચૂંટણી દર ત્રણ વર્ષે યોજાય છે, પરંતુ કેટલાક કારણોસર 3 વર્ષ પછી ચૂંટણી યોજાઈ ન હતી, તેથી જયંત પાટીલનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. પરંતુ હવે સુનિલ તટકરેની તાત્કાલિક પ્રભાવથી પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે .


તેમણે કહ્યું,  અમે વિધાનસભા અધ્યક્ષને જાણ કરી છે કે વિધાનસભામાં સંસદીય વિધિમંડળ પાર્ટીના નેતા  અજિત પવાર છે. રૂપાલી ચકનકરને NCP મહિલા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. 


અજિત પવાર જૂથે નવી નિમણૂક કરી હતી


અજિત પવાર જૂથે કહ્યું કે જયંત પાટીલને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મહારાષ્ટ્ર અધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવી રહ્યા છે. NCP નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે સુનીલ તટકરેને પાર્ટીમાં સંગઠનાત્મક ફેરફાર કરવાનો અધિકાર રહેશે. પ્રફુલ્લ પટેલે પોતાને કાર્યકારી પ્રમુખ ગણાવ્યા છે. 


મુખ્યમંત્રી શિંદેએ અજિત પવાર વિશે શું કહ્યું હતું


અજિત પવારનું સ્વાગત કરતાં મુખ્યમંત્રી શિંદેએ કહ્યું હતું કે સરકારને હવે ટ્રિપલ એન્જિન મળી ગયું છે. હવે સરકાર બુલેટ ટ્રેનની ઝડપે દોડશે. મોદીજીના નેતૃત્વમાં સરકાર ચાલી રહી છે. અજિત પવારના અનુભવનો ફાયદો થશે. 


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું,  અમે મહારાષ્ટ્રના વિકાસ માટે એકસાથે આવ્યા છીએ. લોકસભા ચૂંટણીમાં વિપક્ષને 4-5 બેઠકો મળી હતી પરંતુ આ વખતે તેઓ તે પણ કરવામાં સફળ નહી થાય. વિપક્ષને એટલી બેઠકો મળવી પણ મુશ્કલે છે.



Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial