Maharashtra Assembly Speaker Election:  મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે વિધાનસભાનું વિશેષ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. જ્યાં પ્રથમ દિવસે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી થવાની છે. આ માટે મતદાન થશે, પરંતુ સવાલ એ છે કે બળવાખોર ધારાસભ્યો કયા વ્હીપનું પાલન કરશે? શિવસેના દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ધારાસભ્યોને પાર્ટી વ્હીપનું ઉલ્લંઘન કરતાની સાથે જ ગેરલાયક ઠેરવી શકાય છે, જ્યારે શિંદે જૂથનો દાવો છે કે તેમની પાસે વધુ સંખ્યા છે, તેથી તેમના દ્વારા જારી કરાયેલ વ્હીપ જ માન્ય રહેશે. દરમિયાન, હવે સીએમ એકનાથ શિંદેએ વ્હીપ જારી કરીને તમામ ધારાસભ્યોને ભાજપના ઉમેદવારને મત આપવા જણાવ્યું છે.


બંને તરફથી જાહેર થયો વ્હીપ


શિવસેનાએ એકનાથ શિંદે ગ્રુપને વ્હીપ જાહેર કરીને કહ્યું,  બીજેપી અને શિવસેનાના ઉમેદવાર રાહુલ નાર્વેકરને અધ્યક્ષ પદ માટે વોટનો આદેશ આપ્યો છે. જ્યારે શિવસેના તરફથી પહેલા જ વ્હીપ જાહેર થઈ ચુક્યો છે. કારણકે શિવસેનાના બાગી ધારાસભ્યો હજુ સુધી બીજી કોઈ પાર્ટીમાં જોડાયા નથી. તેથી તેઓ આ વ્હીપમાં આવે છે. કાલે જ શિવસેનાએ વિધાનસભા સ્પીકર પસંદ કરવા વિહ્પ જાહેર કર્યો હતો. જેમાં શિવસેના અને મહાવિકાસ અઘાડીના તમામ ધારાસભ્યોને રાજન સાલવીને વોટ આપવાનો આદેશ કરાયો હતો.


ઉદ્ધ ઠાકરેએ શિંદને કર્યા સસ્પેન્ડ


એકનાથ શિંદેએ આડકતરી રીતે ફરી એકવાર શિવસેના પર પોતાનો દાવો રજૂ કર્યો છે. તેમનું કહેવું છે કે તેઓ જ અસલી શિવસેના છે. તેથી અયોગ્યતાનો સવાલ ઉઠાવવો ન જોઈએ. શિવસેનાના ચીફ ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને પાર્ટી વિરોધી કામમાં સામેલ થવાને લઈ સસ્પેન્ડ કરી દીધા હતા. આ સ્થિતિમાં વિધાનસભા સત્ર દરમિયાન હંગામાની શક્યતા છે. બંને તરફથી વ્હીપનું ઉલ્લંઘન કરવાનો મામલો કોર્ટ સુધી પહોંચી શકે છે.


આ પણ વાંચોઃ


IND vs ENG, 5th Test: જો રૂટને મોહમ્મદ સિરાજે આ રીતે કર્યો આઉટ, જુઓ વીડિયો


Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં પડ્યો કેટલો વરસાદ ? આ રહ્યા આંકડા


India Corona Cases Today: દેશમાં જુલાઈ મહિનામાં સતત ત્રીજા દિવસે નોંધાયા 16 હજારથી વધુ કેસ, જાણો આજની સ્થિતિ