Maharashtra Politics LIVE: સંજય રાઉતનો આક્ષેપ, ગુજરાત પોલીસે અમારા ધારાસભ્યો સાથે મારપીટ કરી

શિવસેના સામે બળવો કરનાર મંત્રી એકનાથ શિંદેએ પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે બાળાસાહેબના મજબૂત શિવસૈનિક છીએ. બાળાસાહેબે અમને હિન્દુત્વ શીખવ્યું છે.

gujarati.abplive.com Last Updated: 21 Jun 2022 05:20 PM
સંજય રાઉતનો આક્ષેપ, ગુજરાત પોલીસે અમારા ધારાસભ્યો સાથે મારપીટ કરી

શિવસેનાના નેતા સંજ્ય રાઉતે કહ્યું કે ગુજરાતમાંથી ઓપરેશન લોટસ ચલાવવામાં આવી રહ્યું છે. અમારા ધારાસભ્યોને ગુજરાત પોલીસે માર માર્યો છે. નીતિન દેશમુખને માર મારવામાં આવ્યો છે, તેમને હાર્ટ એટેક આવ્યો છે, તેઓ હોસ્પિટલમાં દાખલ છે. ઘણા ધારાસભ્યો પાછા આવવા માંગે છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં ધારાસભ્યોને શા માટે રાખવામાં આવ્યા? સરકારને અસ્થિર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ સમગ્ર શિવસેના ઉદ્ધવ ઠાકરેની સાથે છે. શિવસેના સંપૂર્ણપણે હિન્દુત્વ સાથે ઉભી છે. ધરતીકંપ થશે નહીં. ભાજપે પહેલા પણ પ્રયાસ કર્યો છે અને આ વખતે પણ સફળ થશે નહીં.આ સાથે શિવસેનાના નેતા રાઉતે કહ્યું કે તમામ ધારાસભ્યો ટૂંક સમયમાં પરત ફરશે.

ભગવત કરડ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મળવા પહોંચ્યા

કેન્દ્રીય રાજ્ય વિત મંત્રી ભગવત કરડ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મળવા પહોંચ્યા છે. જો કે તેમણે, યોગા દિવસ માટે આવ્યા હોવાની વાત કરી છે. તેમણે કહ્યું, મહારાષ્ટ્રમાં જે ચાલી રહ્યું છે તે હું જાણું છું.

જેપી નડ્ડા અને ગૃહમંત્રી શાહ ગુજરાત આવી શકે

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાત આવી શકે છે. હાલમાં શિવસેનાના નારાજ ધારાસભ્યો સુરતમાં રોકાયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્યોને પણ ગુજરાતમાં લાવવામાં આવી શકે છે.

ધારાસભ્યોએ સુરતની એક હોટલમાં પડાવ નાખ્યો

મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં સત્તાધારી મહા વિકાસ અઘાડી (MVA) ને મળેલા આંચકા પછી, મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદે અને શિવસેનાના અન્ય કેટલાક ધારાસભ્યો સુરતની એક હોટલમાં પડાવ નાખ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટીના નેતૃત્વથી નારાજ કેટલાક ધારાસભ્યો સોમવારે રાત્રે સુરત પહોંચ્યા હતા અને અહીંની લે મેરીડિયન હોટલમાં રોકાયા છે. હોટલની બહાર ભારે સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યું છે.

બ્રેકગ્રાઉન્ડ

Eknath Shinde Statement: શિવસેના સામે બળવો કરનાર મંત્રી એકનાથ શિંદેએ પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે બાળાસાહેબના મજબૂત શિવસૈનિક છીએ. બાળાસાહેબે અમને હિન્દુત્વ શીખવ્યું છે. બાલાસાહેબના વિચારો અને ધરમવીર આનંદ દિઘે સાહેબના ઉપદેશો અંગે અમે ક્યારેય છેતરપિંડી કરી નથી અને ક્યારેય સત્તા માટે છેતરપિંડી કરીશું નહીં. આ દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે શિવસેનાએ એકનાથ શિંદેને વિધાનસભા પક્ષના નેતા પદેથી હટાવવાનો નિર્ણય લીધો છે. સીવડીના ધારાસભ્ય અજય ચૌધરી શિવસેના વિધાનસભા પક્ષના નવા નેતા હશે.


મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી પછી મંત્રી એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના 30 ધારાસભ્યો ગુજરાતની હોટલમાં રોકાયો છે. સુરતની લા મેરિડિયન ખાનગી હોટલમાં રોકાયા છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપનો પાંચમો ઉમેદવાર જીત્યો તેમાં શિવસેના સહિતના સત્તાધારી પક્ષના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાની આશંકા છે. બીજી તરફ શિવ સેનાએ એકનાથ શિંદે સામે મોટી કાર્યવાહી કરી છે અને તેમને વિધાનસભા પક્ષના નેતા પદેથી દૂર કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ અજય ચૌધરીને વિધાનસભામાં પક્ષના નેતા બનાવી દેવામાં આવ્યા છે. આ સમાચાર એએનઆઈ તરફથી આપવામાં આવ્યા છે. 


દરમિયાન એક ધારાસભ્ય નીતિન દેશમુખને આજે સવારે 4:00 સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તબિયત બગડતા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સ્પેશ્યિલ રૂમ નંબર 15માં સારવાર હેઠળ છે. નવી સિવિલ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.  મીડિયાને રૂમ સુધી જતા રોકવામાં આવ્યા છે.


બીજી તરફ મહારાષ્ટ્રના દિગ્ગજ ગુજરાતી નેતા કિરીટ સોમૈયાએ ઉદ્ધવ સરકારના 12 વાગવાના નક્કી હોવાનો દાવો કર્યો છે. ટ્વીટ કરીને લખ્યું છે કે, શિવસેના (માફિયા સેના)ને 52 મત મળ્યા 12 મત ફૂટ્યા 9 55 શિવસેના+ 9 સમર્થક= 64). ઉદ્ધવ ઠાકરે સરકારના 12 વાગવાનું નક્કી. આ ટ્વીટ તેમણે મરાઠીમાં કર્યું છે. આ પછી તેમણે અંગ્રેજીમાં પણ ટ્વીટ કર્યું છે. 








- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.