મુંબઈ: દેશમાં છેલ્લા ધણા સમયથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. રાજ્યમાં આજે ફરી 15 હજારથી વધારે કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 15051 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 23,29,464 દર્દી સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમા વધુ 48 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 52,909 લોકોના કોરોના સંક્રમણના કારણે મોત થયા છે.
મુંબઈમાં હાલ 13309 એક્ટિવ કોરોના વાયરસના દર્દી છે. આ સિવાય પુનામાં એક્ટિવન દર્દીઓની સંખ્યા 26468 છે. થાણેમાં એક્ટિવ કેસ 13680 થયા છે. નાગપુરમાં એક્ટિવ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 18114 થઈ ગઈ છે.