નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 23 હજાર 291 નવા કેસ સામે આવ્યા છે અને 118 લોકોના કોરોના વાયરસના સંક્રમણથી મોત થયા છે. ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 1 કરોડ 13 લાખ 85 હજાર 339 થઈ ગઈ છે. જેમાંથી 1 લાખ 58 હજાર 725 લોકો કોરોના સંક્રમણના કારણે મોત થયા છે, જ્યારે 1 કરોડ 10 લાખ 7 હજાર 352 દર્દી સ્વસ્થ થયા છે. ભારતમાં 2 લાખ 19 હજાર 262 એક્ટિવ કેસ છે.
છેલ્લા 24 કલાકમાં 26 હજાર 291 નવા કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ કેસ પાંચ રાજ્યમાં છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુ છે. આ રાજ્યોમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયાલેા નવા કેસોમાં 85.22 ટકા કેસ આ રાજ્યોમાં છે. મહારાષ્ટ્રમાં 16 હજાર 620 નવા કેસ સામે આવ્યા છે, જે 24 કલાકમાં નોંધાયેલા કેસના 63.21 ટકા છે. બાદમાં કેરલમાં 1792, પંજાબમાં 1492, કર્ણાટકમાં 934, ગુજરાતમાં 810 અને તમિલનાડુમાં 759 નવા કેસ નોંધાયા છે.
ભારતમાં 2 લાખ 19 હજાર 262 એક્ટિવ કેસ છે, જે કુલ સંક્રમિત કેસના 1.93 ટકા છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ત્રણ રાજ્ય મહારાષ્ટ્ર, કેરલ અને પંજાબમાં ભારતના કુલ સક્રિય કેસના 77 ટકા છે. દેશમાં કુલ એક્ટિવ કેસમાંથી 58 ટકાથી વધુ એકલા મહારાષ્ટ્રમાં છે.
છેલ્લા 24 કલાકમાં 118 મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં થયેલા મોતમાંથી 82.20 ટકા 6 રાજ્યોમાં છે. આ રાજ્ય છે, મહરાષ્ટ્ર, પંજાબ,કેરલ, તમિલનાડુ, છત્તીસગઢ અન પશ્ચિમ બંગાળ. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 50 લોકોના કોરોના સંક્રમણથી મોત થયા છે.
બીજી તરફ ભારતમાં ઝડપથી કોરોના રસીકરણ થઈ રહ્યું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર આંકડા મુજબ આજે સવારે 7 વાગ્યા સુધીમાં 2 કરોડ 13 લાખ 8 હજાર 38 રસીકરણ કરવામાં આવ્યું છે.