Omicron New Case in Maharashtra: મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ઓમિક્રોનના 7 નવા કેસ નોંધાયા છે. ઓમિક્રોનના આ નવા કેસોમાંથી 3 મુંબઈમાંથી અને 4 પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સંક્રમિત જોવા મળ્યા છે. આજે ઓમિક્રોન વેરિઅન્ટના નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં નવા વેરિઅન્ટના કુલ કેસની સંખ્યા હવે 17 પર પહોંચી ગઈ છે. 


કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને ભારતમાં પગપેસરો કરી દીધો છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગના અનુસાર રાજ્યમાં ઓમિક્રોનના 7 નવા કેસ સામે આવ્યા છે. ઓમિક્રોનના આ નવા કેસમાંથી 3 મુંબઇથી અને 4 પિંપરી ચિંચવાડા નગર પાલિકામાં સંક્રમિત મળી આવ્યા છે. ઓમિક્રોન વેરિએન્ટના આજે સામે આવેલા નવા કેસ બાદ રાજ્યમાં નવા વેરિએન્ટના કેસની કુલ સંખ્યા હવે 17 પર પહોંચી ગઇ છે.


આ ઉપરાંત મુંબઇમાં આજે કોરોનાના 192 નવા કેસ નોંધાયા છે. મુંબઇમાં 183 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. કોરોનાના લીધે 1 દર્દીનું મોત થયું છે. દેશની આર્થિક રાજધાનીમાં હાલ 11 બિલ્ડીંગ સીલ કરવામાં આવી છે. 


આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું કે દેશમાં ઓમિક્રોનના 25 કેસની પુષ્ટિ થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું હતું કે રાજસ્થાનમાં 9, ગુજરાતમાં ત્રણ, મહારાષ્ટ્રમાં 10, કર્ણાટકમાં બે, દિલ્હીમાં એક વ્યક્તિમાં આ સંક્રમણની પુષ્ટિ થઈ છે. મોટાભાગના દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે. લવ અગ્રવાલે કહ્યું કે વિશ્વભરના 59 દેશોમાં ઓમિક્રોનના કેસ જોવા મળ્યા છે.


ગુજરાતામાં કોરોના કેસ


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 63  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 39 દર્દીઓ રિકવર પણ થયા છે. ચિંતાના સમાચાર એ છે કે રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 3 લોકોના મોત થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,17,428 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.72 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 3 મોત થયા.  આજે 5,58,618 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.