Sanjay Raut On Eknath Shinde: ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે ફરી એકવર સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે. સંજય રાઉતે દાવો કર્યો હતો કે, એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારનું ડેથ વોરંટ જારી કરવામાં આવી ચુક્યું છે અને વર્તમાન સરકાર આગામી 15-20 દિવસમાં જ પડી ભાંગશે. રાઉતના આ દાવા બાદ રાજ્યના રાજકીય ગલિયારાઓમાં હલચલ મચી જવા પામી છે. 


સંજય રાઉતે કહ્યું હતું કે, તેમની પાર્ટી કોર્ટના આદેશની રાહ જોઈ રહી છે અને આશા છે કે ન્યાય મળશે. રાજ્યસભાના સભ્ય રાઉત ઠાકરેના નેતૃત્વ સામે બળવો કરનારા શિવસેનાના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરતી અરજીઓના એક બેચ પર સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ ચુકાદાનો ઉલ્લેખ કરી રહ્યા હતા.


આ દરમિયાન સંજય રાઉતે કહ્યું હતું કે, વર્તમાન મુખ્યમંત્રી અને તેમના 40 ધારાસભ્યોની સરકાર 15-20 દિવસમાં જ પડી જશે. આ સરકારનું ડેથ વોરંટ બહાર પાડવામાં આવી ચુક્યું છે. હવે એ નક્કી કરવાનું છે કે, કોણ સહી કરશે. જોકે સંજય રાઉતે અગાઉ પણ દાવો કર્યો હતો કે, શિંદે સરકાર ફેબ્રુઆરીમાં પડી જશે.


ગયા વર્ષે જૂનમાં, શિંદે અને 39 ધારાસભ્યોએ શિવસેના નેતૃત્વ સામે બળવો કર્યો હતો. પરિણામે ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકાર (જેમાં NCP અને કોંગ્રેસ પણ સામેલ છે)નું વિભાજન અને પતન થયું હતું. બાદમાં એકનાથ શિંદેએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. શિંદેએ 30 જૂન, 2022ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, જેમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા હતાં.


નોંધપાત્ર છે કે, સુપ્રીમ કોર્ટે ગયા મહિને રાજ્યમાં ગયા વર્ષના રાજકીય કટોકટીથી સંબંધિત ઉદ્ધવ ઠાકરે અને સીએમ એકનાથ શિંદે જૂથો દ્વારા દાખલ કરાયેલી ક્રોસ-પીટીશનના બેચ પર તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.


Maharashtra: લાઉડસ્પીકર વિવાદને લઈ ભડક્યા સંજય રાઉત, રાજ ઠાકરેની સરખામણી આ મુસ્લિમ નેતા સાથે કરી


લાઉડસ્પીકરને લઈને મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજનીતિ હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે લાઉડસ્પીકર-અજાન વિવાદ પર નિવેદન આપ્યું છે. સંજય રાઉતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરેને મહારાષ્ટ્રના ઓવૈસી ગણાવ્યા છે. સંજય રાઉતે લાઉડસ્પીકર વિવાદ પર વાત કરતાં પહેલાં ભાજપ ઉપર અને પછી MNS ચીફ રાજ ઠાકરે પર પ્રહાર કરતા કહ્યું કે, બીજેપી માટે રાજ ઠાકરે મહારાષ્ટ્રના ઓવૈસી છે.


સંજય રાઉતે વધુમાં કહ્યું કે, જે કામ AIMIM ચીફ ઓવૈસીએ ઉત્તર પ્રદેશમાં કર્યું, તે કામ ભાજપ મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે દ્વારા કરાવવા માંગે છે. સંજય રાઉતના આ નિવેદન બાદ સામનાની ઓફિસ બહાર એક પોસ્ટર જોવા મળ્યું હતું. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, "તમે કોને ઓવૈસી કહ્યું? સંજય રાઉત, તમે તમારું લાઉડસ્પીકર બંધ કરો". જો કે, આ પોસ્ટર MNS દ્વારા લગાવવામાં આવ્યું છે કે અન્ય કોઈ દ્વારા તેની પુષ્ટિ નથી કરવામાં આવી.