Raigad School News: મહારાષ્ટ્રના રાયગઢના જિલ્લા કલેક્ટર યોગેશ મહસેએ ભારે વરસાદને ધ્યાનમાં રાખીને આજે જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે. IMD એ આજે ​​પાલઘર અને રાયગઢ જિલ્લાઓ માટે 'રેડ' એલર્ટ અને થાણે, મુંબઈ અને રત્નાગીરી માટે 'ઓરેન્જ' એલર્ટ જારી કર્યું છે.






લોકોને ઘરમાંથી બહાર ના નીકળવાની અપીલ


IMD એ અલગ-અલગ સ્થળોએ 'ભારે' થી 'તિ ભારે' વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે પણ મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો. મુંબઈમાં 88.24 મી.મી. વરસાદ નોંધાયો છે. આઈએમડીના એક વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર તેમણે કહ્યું કે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર વિસ્તાર વિકસી રહ્યો છે.






NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી


IMDએ પાલઘર અને થાણે જિલ્લાઓને 20 જુલાઈ સુધી એલર્ટ કર્યા છે. રાયગઢ 21 જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ પર રહેશે. પાલઘરના જિલ્લા કલેક્ટરે રેડ એલર્ટને પગલે લોકોને અપીલ કરી હતી કે તેઓ જરૂરી કામ વિના ઘરની બહાર ના નીકળે અને ઘરની અંદર જ રહે. જ્યાં સુધી વરસાદનું જોર ઘટે નહી ત્યાં સુધી આ સૂચનાનું પાલન કરવા કહ્યું. NDRFએ જણાવ્યું કે આજે ભારે વરસાદ અને એલર્ટને ધ્યાનમાં રાખીને NDRFની એક-એક ટીમને પાલઘર અને રાયગઢ (મહાડ)માં તૈનાત કરવામાં આવી છે.


કેવું રહેશે મુંબઈનું હવામાન?


બંગાળની ખાડીમાં લો પ્રેસરનો વિસ્તાર વિકસી રહ્યો છે, જે મહારાષ્ટ્ર નજીક ઓફશોર મોનસુન ટ્રફને મજબૂત બનાવશે અને જ્યારે આ સિસ્ટમ 18 જુલાઈની આસપાસ દરિયાકાંઠા તરફ આગળ વધશે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં કોંકણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સપ્તાહમાં મુંબઈમાં મહત્તમ તાપમાન 28 થી 29 ડિગ્રી રહેવાની સંભાવના છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ જોતા વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે.