Maharashtra NCP Crisis : મહારાષ્ટ્રમાં રાજકીય સ્થિતિ રોજેરોજ નવા રંગ દેખાડવા લાગી છે. રવિવારે, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં બળવો કર્યા બાદ તેમના ભત્રીજા અજિત પવાર તેમના સમર્થક ધારાસભ્યો સાથે NDA સરકારમાં જોડાયા હતા. તેમણે ડેપ્યુટી સીએમ પદના શપથ પણ લઈ લીધા હતા. હવે શરદ પવાર એક્શન મોડમાં આવી ગયા છે અને પાર્ટી છોડીને ગયેલા ધારાસભ્યો વિરૂદ્ધ પગલા ભરવાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. 


રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે અજિત પવારના શપથ સમારોહમાં હાજરી આપવા બદલ ત્રણ નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. એનસીપીના પગલાને બળવાખોર અજિત પવારને ટેકો આપનારાઓ માટે એક ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. શરદ પવારે એક સમયના તેમના સૌથી નજીકના ગણાતા પ્રફુલ પટેલને પણ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. 


NCP એ અજિત પવાર સાથે ગઈકાલે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા તમામ 9 ધારાસભ્યો સામે અયોગ્યતાની પ્રક્રિયા તરત જ શરૂ કરી દીધી છે. તો NCPએ પ્રદેશ સચિવ શિવાજીરાવ ગર્જે, અકોલા જિલ્લાના જિલ્લા અધ્યક્ષ વિજય દેશમુખ, મુંબઈ કાર્યકારી અધ્યક્ષ નરેન્દ્ર રાણેને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. NCPમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતાઓમાં મુંબઈ વિભાગના વડા નરેન્દ્ર રાઠોડ, અકોલા શહેર જિલ્લા પ્રમુખ વિજય દેશમુખ અને રાજ્ય મંત્રી શિવાજીરાવ ગર્જેનો સમાવેશ થાય છે. ત્રણેય અજિત પવારના શપથ સમારોહમાં સામેલ થયા હતા.


એનસીપીએ ત્રણ ધારાસભ્યોને મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે સોમવારે જણાવ્યું હતું કે, તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અજિત પવાર જેઓ એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારમાં જોડાયા હતા અને પક્ષના અન્ય આઠ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટેની અરજી પર યોગ્ય પગલાં લેશે. એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે રવિવારે કહ્યું હતું કે, તેમની પાર્ટીએ અજિત પવાર અને અન્ય આઠ ધારાસભ્યો સામે ગેરલાયકાતની અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચને એક ઈ-મેલ પણ મોકલવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એનસીપીના નેતાઓ અને કાર્યકર્તાઓ પાર્ટીના વડા શરદ પવારની સાથે છે.


અમે નવી શરૂઆત કરીશું - શરદ પવાર


દરમિયાન, શરદ પવાર સોમવારે ગુરુ પૂર્ણિમાના દિવસે સાતારાના કરાડ ખાતે તેમના માર્ગદર્શક પૂર્વ સીએમ યશવંત રાવ ચવ્હાણની સમાધિ પર પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ભાજપ દેશભરમાં ચૂંટાયેલી સરકારોને તોડી રહી છે. મહારાષ્ટ્રમાં પણ આવું જ બન્યું છે. મહારાષ્ટ્રની જનતાએ એકજૂથ થઈને પોતાની તાકાત બતાવવી પડશે. તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં જાતિવાદની રાજનીતિ નહીં ચાલે. આપણા કેટલાક લોકો ભાજપનો ભોગ બન્યા. વડીલોના આશીર્વાદથી નવી શરૂઆત કરીશું.


એનસીપીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો


અજિત પવાર અને અન્ય 8 ધારાસભ્યોના બળવા પછી, એનસીપીએ તમામ બળવાખોરોને ગેરલાયક ઠેરવવા માટે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર અને ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, પાર્ટીની કમાન શરદ પવાર પાસે છે. શરદે 1999માં પાર્ટીની સ્થાપના કરી હતી. અજિતના પક્ષ પરના દાવા સંબંધિત કોઈપણ અપીલ પર પગલાં લેતા પહેલા તેમનો પક્ષ પણ સાંભળો.


પ્રફુલ પટેલના ફોટા હટાવાયા


NCP કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલની ફોટો ફ્રેમ દિલ્હીમાં રાષ્ટ્રવાદી વિદ્યાર્થી કોંગ્રેસ કાર્યાલયમાંથી હટાવી દેવામાં આવી છે. NCP વિદ્યાર્થી પાંખના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ડુહાને જણાવ્યું હતું કે, અમે પ્રફુલ પટેલ અને NCP છોડી ગયેલા અન્ય તમામ નેતાઓની ફોટો ફ્રેમ હટાવી દીધી છે કારણ કે તેઓ હવે NCP પરિવારનો ભાગ નથી.


https://t.me/abpasmitaofficial