મુંબઈ: દેશમાં ફરી કોરોના વાયરસ (Coronavirus) થી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર (Maharastra) છે જ્યારે કોરોનાએ કેર વર્તાવ્યો છે. વધતા સંક્રમણને ધ્યાનમાં લેતાં મહારાષ્ટ્રની સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ધોરણ 1 થી 8 સુધીની પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.
મહારાષ્ટ્ર (Maharastra)ના શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે આજે રાજ્યના 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા (Exam) રદ કરવાની જાહેર કરી છે. એક નાના રેકોર્ડેડ સંદેશમાં ગાયકવાડે જાહેરાત કરી છે કે, મહારાષ્ટ્ર રાજ્યના વર્ગ 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓ (Students) ને કોઈપણ પરીક્ષા વિના આગળના વર્ગમાં માસ પ્રોમોશન અપાશે.
રાજ્યમાં દરરોજ 45 હજારથી વધુ નવા કોરોના દર્દીઓ આવી રહ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે કહ્યું કે, રાજ્યની વર્તમાન કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે તેઓ કહ્યું કે, ટૂંક સમયમાં 9 અને 11મા ધોરણના વિદ્યાર્થીઓને લઈને નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 29 લાખથી વધુ કોરોના વાયરસ દર્દીઓની પુષ્ટિ થઈ છે. રાજ્યમાં કોરોનાને કારણે 55 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સિવાય રાજ્યમાં 4 લાખ જેટલા એક્ટિવ છે.
દેશમાં કોરોનાની બીજી લહેર (Coronavirus Second Wave) ફરી વળી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના કેટલાક રાજ્યોમાં સ્થિતિ વધારે ખરાબ છે. દેશમાં 24 માર્ચથી રોજના 50 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના (Union Health Ministry) તાજા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 89 હજારથી વધુ કેસ અને 714 લોકોના મોત થયા છે.
કોરોનાના નવા સ્ટ્રેનમાં બાળકોમાં ક્યા લક્ષણો મળે છે જોવા? બાળકો માટે કેટલો છે ઘાતક?
કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાતના વધુ એક ગામમાં લગાવી દેવાયું લોકડાઉન, જાણો કેટલા દિવસ ગામ રહેશે બંધ?
Coronavirus: શા માટે બધા લોકોને એક સાથે રસી ન આપી શકાય ? AIIMS ડાયરેક્ટરે કર્યો ખુલાસો