Uddhav Thackeray On PM Modi: શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં એક જાહેર સભા દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે શિંદે જૂથ પર પણ નિશાન સાધ્યું હતું. તો શિવસેનાના નેતા અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ પણ શિંદે અને કેન્દ્ર સરકાર પર આકરૂ નિશાન સાધ્યુ હતું. 


મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, હું તમારા બધાનો ઉત્સાહ જોઈને ખૂબ જ ખુશ છું. મારી પાસે કંઈ નથી, નથી કોઈ પોસ્ટ કે નથી કોઈ પ્રતીક તેમ છતાં તમે બધા મારી સાથે છો. જેઓ જઈ રહ્યા છે તેમને જવા દો. ગમે તેટલા અફઝલખાનને આવવા દો.


કેન્દ્ર પર પ્રહાર કરતાં ઠાકરેએ કહ્યું હતું કે, મારે તેમને એટલું જ કહેવું છે કે, અને નપુંશકના સંતાનો નથી. જો તમારે ED-CBIની તાકાત દેખાડવે હોય તો મણિપુર જઈને બતાવો. તેમણે કહ્યું હતું કે, મેં સાંભળ્યું છે કે, મોદીજી અમેરિકા જઈ રહ્યા છે. અરે તમે મણિપુર જઈને બતાવો. અમેરિકા જઈ શકે છે, પણ મણિપુર નહીં જાય. ઉદ્ધવ ઠાકરે ટીકા કરવા જતાં મર્યાદા ભૂલ્યા હતા.


સાથે જ આ રેલીમાં મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, જો સમાજે આગળ વધવું હોય તો શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ. તેમના કામના કારણે ઉદ્ધવ સાહેબનું નામ દેશના ટોપ-3 મુખ્યમંત્રીઓની યાદીમાં હતું.


શિંદે સરકાર પર નિશાન સાધ્યું


શિંદે સરકાર પર નિશાન સાધતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, આ દેશ વિરોધી સરકારે તે તમામ કામો બંધ કરી દીધા છે જે અમે જનતાના હિત માટે શરૂ કર્યા હતા. હું પડકાર ફેંકું છું કે, દેશમાં કે દુનિયામાં મુંબઈ મહાનગરપાલિકા કરતાં વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડતી બીજી કોઈ વ્યવસ્થા નથી. મુંબઈ મહાનગરપાલિકાની નાણાકીય સ્થિતિમાં સુધારો કરતી વખતે અમે મુંબઈ મહાનગરપાલિકાની થાપણોને રૂ. 650 કરોડની ખોટમાંથી ઉગારીને રૂ. 92 હજાર કરોડ સુધી પહોંચાડી દીધી છે.


સંજય રાઉતે ફેંક્યો હતો પડકાર 


આ રેલીમાં શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, આ પાક શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે દ્વારા વાવેલ વાસ્તવિક બીજ છે. આ એ ચિનગારી છે જે તેણે મહારાષ્ટ્રમાં લગાવી છે. હિંમત હોય તો મુંબઈ સહિત 14 મહાનગરપાલિકાની ચૂંટણી જીતીને બતાવો, પછી મુંબઈ કબજે કરવાની વાત કરો. સુપ્રીમ કોર્ટે એક લીટીના નિર્ણયમાં આ સરકારને ફગાવી દીધી છે.