Maharashtra Politicle Crisis : મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. NCP નેતા અજિત પવાર દિગ્ગજ નેતા અને પોતાના સગા કાકા શરદ પવારને થાપ આપીને સંખ્યાબંધ ધારાસભ્યો સાથે શિંદે સરકારમાં સામેલ થઈ ગયા છે. તેમણે ડેપ્યુટી સીએમ પદના શપથ પણ લઈ લીધા છે. આ સાથે તેમના 9 ધારાસભ્યો પણ શિંદે સરકારમાં સામેલ થયા છે. તેમની સાથે પાર્ટીના 18 ધારાસભ્યો પણ છે અને હજી આ આંકડો વધી શકે છે. પરંતુ શરદ પવારે ફરી એકવાર હુંકાર ભર્યો છે. 


ભાજપ-શિવસેના ગઠબંધનને ટેકો આપવા અને સરકારમાં જોડાવાનો અજિત પવારનો નિર્ણય 2024 પહેલા વિપક્ષી એકતા માટે ફટકો છે ત્યારે શરદ પવારે ફરી એકવાર હાર ના માનતા હુંકાર કર્યો છે કે, હું ફરી એકવાર પાર્ટીને ઉભી કરીશ.


શરદ પવારે કહ્યું- મેં અગાઉ પણ ... 


શરદ પવારે પુણેમાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, આવો બળવો અગાઉ પણ થયો છે. પણ હું પાર્ટીને ફરી એકવાર બનાવીને બતાવી દઈશ. થોડા દિવસો પહેલા વડાપ્રધાને ઉલ્લેખ કર્યો હતો કે, મહારાષ્ટ્રની મુખ્ય સહકારી બેંકમાં ભારે ભ્રષ્ટાચાર છે. આજે ભાજપ સરકારમાં જોડાયેલા NCP નેતાઓ કહે છે કે, ભ્રષ્ટાચાર સાફ થઈ ગયો છે અને હું આ માટે પીએમનો આભાર માનું છું. આગામી દિવસોમાં લોકોને ખબર પડશે કે NCPના આ નેતાઓએ શા માટે હાથ મિલાવ્યા છે. જે લોકોએ શામેલ થયા છે તેમણે મારો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે, તેમને ભાજપ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ તેમણે કહ્યું હતું કે, તેનું સ્ટેન્ડ અલગ છે.


મને ખુશી છે કે મારા કેટલાક સાથીઓએ શપથ લીધા : શરદ પવાર


તેમના ભત્રીજા અજિત પવારના બળવા વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવારે રવિવારે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદીએ બે દિવસ પહેલા NCP વિશે કહ્યું હતું... તેમણે પોતાના નિવેદનમાં બે વાત કહી હતી કે NCP એક ખતમ થઈ ગયેલીએ પાર્ટી છે. તેમણે સિંચાઈની ફરિયાદ અને ભ્રષ્ટાચારના આરોપોનો ઉલ્લેખ કર્યો હતો. પણ હું ખુશ છું કે, મારા કેટલાક સાથીઓએ શપથ લીધા છે. તેના પરથી (એનડીએ સરકારમાં જોડાવું) એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે, તમામ આરોપ મુક્ત થઈ ગયા છે. હું તેમનો આભારી છું.


એનસીપીના તમામ લોકોના આશીર્વાદ મળ્યાઃ અજિત


અગાઉ અજિત પવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તેમને રાષ્ટ્રવાદી કોંગ્રેસના તમામ લોકોના આશીર્વાદ મળ્યા છે. દરેક વ્યક્તિ રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં આવે છે. તમામ ધારાસભ્યો તેમની સાથે છે. બધાનો અર્થ એટલે કે બધા જ સાથે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને ખૂબ સારી રીતે આગળ લઈ જઈશું. અમે અલગ-અલગ વિસ્તારોમાં પાર્ટી કાર્યકર્તાઓને પણ મળીશું.


જાહેર છે કે, એનસીપીના દિગ્ગજ નેતા અજીત પવાર આજે પાર્ટી સાથે છેડો ફાડીને 18 જેટલા ધારાસભ્યો સાથે એકનાથ શિંદેની શિવસેનામાં શામેલ થઈ ગયા હતાં. હજી પણ કેટલાક વધુ ધારાસભ્યો અજીત પવારની સાથે હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. બળવો કરનારાઓનો કુલ આંક 36 થાય તેવી શક્યતા છે. 


https://t.me/abpasmitaofficial