Maharashtra Politics: લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. એનસીપી નેતા અજીત પવારે મહારાષ્ટ્રમાં શિન્દે સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરી લીધા છે, આ સાથે જ તેઓ વિધિવત રીતે મહારાષ્ટ્રની શિન્દે સરકારમાં સામેલ થઇ ગયા છે.






અજીત પવારે મહારાષ્ટ્રના ડેપ્યૂટી સીએમ તરીકે શપથ લઇ લીધા, રાજ્યપાલ રમેશ બૈસે તેમને શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન અજીત પવારના સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.