ઉદ્ધવ ઠાકરેનું નિવેદન એવા સમયે આવ્યું છે. જ્યારે સીએએ અને એનઆરસીને લઈને દિલ્હીના શાહીન બાગ સહિત દેશના અનેક ભાગમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે.
આ પહેલા સીએએ પર શિવસેના લોકસભામાં ભાજપને સમર્થન આપ્યું હતું. જો કે રાજ્યસભામાં વોકઆઉટ કર્યું હતું. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે એ બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુસણખરોને બહાર કાઢવાને લઈને મોદી સરકારને પોતાનું સમર્થન આપ્યાના બે દિવસ બાદ 25 જાન્યુઆરીએ શિવસેનાએ કહ્યું હતું કે મુસ્લિમ ઘુસણખરોને દેશની બહાર કાઢવા જોઈએ.