મહારાષ્ટ્રમાં પણ બીજા રાજ્યોથી આવેલા હજારો મજૂરો ફસાયેલા છે. હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ પ્રવાસી મજૂરોને તેના મૂળ સ્થાન પર વિશેષ ટ્રેન દ્વારા પહોંચાડવા માટે પીએમ મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં સીએમ ઠાકરેએ પીએમ મોદી પાસે માગ કરી છે કે આ મામલે એપ્રિલના અંત સુધીમાં કેન્દ્ર સરકાર તરફતી ગાઇડલાઈન્સ બહાર પાડવામાં આવે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અંદાજે 6 લાખ પ્રવાસી મજૂરોને રાજ્ય સરકાર તરફતી બનાવવામાં આવેલ રાહેત કેમ્પમાં ભોજન, દવા અને રહેવાની સુવિધા આપવામાં આવી રહી છે. જોકે આવા સમયે તેઓ પોતાનાઘર અને પરિવારોથી દૂર રહેવાનું તેમના માટે ઘણું મુશ્કેલ થઈ રહ્યું છે.
આ પહેલા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે મુંબઈ અને પુણેન વિસ્તાર માટે લોકડાઉનમાં છૂટ આપવાનો નિર્ણય રદ્દ કર્યો હતો કારણકે લોકો જવાબદારીથી વ્યવહાર કરી રહ્યા ન હતા. રાજ્યના અન્ય ભાગમાં આંશિક છૂટ યથાવત રહેશે.