નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ જીવલેણ વાયરસના ફેલાવાને અટકાવવા અનેક રાજ્યોએ માંગ કરી છે. તેની વચ્ચે શનિવારે વડાપ્રધાન મોદીએ અલગ અલગ રાજ્યોની મુખ્યમંત્રીઓ સાથે લોકડાઉન લંબાવવા પર ચર્ચા કરી હતી. હવે લગભગ લોકડાઉન લંબાવવાનું નક્કી જ છે પરંતુ તેની સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો કે, કેટલાક રાજ્યોએ કોરોનાના ખતરાને જોતાં પોતાના રાજ્યોમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવી દીધું છે.
ઓડિશા


ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે 9 એપ્રિલે જાહેરાત કરી હતી કે, તે પોતાના રાજ્યમાં લોકડાઉન 14 એપ્રિલ બાદ પણ ચાલુ રાખશે. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે. ઓડિશા 14 એપ્રિલ બાદ લોકડાઉન યથાવત રાખવાની જાહેરાત કરનાર પ્રથમ રાજ્ય છે.

પંજાબ
પંજાબ સરકારે પણમાં કર્ફ્યૂ 1 મે સુધી લંબાવી દીધું છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે મંત્રિમંડળની બેઠકમાં આ નિર્ણય લીધો હતો અને સખ્તાઈથી પાલન કરવાના નિર્દેશ પણ આપ્યા છે.પંજાબમાં અત્યાર સુધી કોરોનાના 132 કેસ નોંધાયા છે અને 11 લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકો સાજા થઈ ગયા છે.

મહારાષ્ટ્ર

દેશમાં સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત મહારાષ્ટ્રમાં પણ લૉકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવી દીધું છે. લોકડાઉન મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, રાજ્યમાં હાલત ખૂબજ ગંભીર છે. હું તમામ લોકોને અપીલ કરું છું કે, તેઓ ઘરમાં જ રહે અને ખૂબજ આવશ્યક કામ હોય ત્યારે જ બહાર નીકળે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1800ને પાર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 110 લોકોના મોત થઈ ચૂક્યા છે.
પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળમાં પણ લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ મોદી સાથેની બેઠક બાદ આ વાતની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી યથાવત રહેશે અને તમામ શૈક્ષણિક સંસ્થા 10 જૂન સુધી બંધ રહેશે. બંગાળમાં અત્યાર સુધી 126 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 5નાં મોત થયા છે.
કર્ણાટક

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ શનિવારે કહ્યું કે કોરોના સંક્રમણ રોકવા માટે લોકડાઉન બે સપ્તાહ માટે લંબાવામાં આવશે. જો કે, તેઓએ કહ્યું કે, આગામી 15 દિવસ ગત 21 દિવસ કરતા અલગ હશે, તેમણે કહ્યું પીએમ મોદીએ કહ્યું છે કે કારણ વગર લોકડાઉનમાં કોઈ છૂટછાટ આપવામાં નહીં આવે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં 214 કેસ સામે આવ્યા છે. જ્યારે 6 લોકોના મોત થઈ ગયા છે.

તેલંગણા
તેલંગણાએ પણે કોરોના વાયરસના ફેલાવના અટકાવવા માટે લૉકડાઉન 30 એપ્રિલ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. સીએમ ચંદ્રશેખર રાવે તેની જાહેરાત કરી હતી. કેસીઆરે અગાઉ પણ લોકડાઉન લંબાવવાની હિમાયત કરતા રહ્યા છે. તેમણે સોમવારે પીએમ મોદીએ અનુરોધ કર્યો હતો કે દેશમાં લોકડાઉનનો સમગાળો 14 એપ્રિલ સુધી લંબાવામાં આવે, કારણ કે લોકોના જીવની રક્ષા માટે આ મહત્વપૂર્ણ છે.