મુંબઇઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ મહામારીના પ્રકોપની વચ્ચે ધાર્મિક સ્થળો ખોલવાને લઇને રાજ્યના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની વચ્ચે તણાવ ઉભો થયો છે. આ બધાની વચ્ચે શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં રાજ્યપાલ કોશ્યારી પર હુમલો કર્યો છે. શિવસેનાએ લખ્યું- બંધારણીય પદ પર બેઠેલા વ્યક્તિને બીજેપીની જેમ પ્રસવ પીડા થઇ રહી છે.


શિવસેનાએ સામનામાં લખ્યું- રાજ્યપાલના પદ પર આસીન થયેલા વ્યક્તિને કેવો વ્યવહાર કરવો જોઇએ, એ ભગતસિંહ કોશ્યારીએ બતાવી દીધુ છે. શ્રીમાન કોશ્યારી ક્યારેય સંઘના પ્રચારક કે બીજેપીના નેતા રહ્યા હશે. પરંતુ આજે તે મહારાષ્ટ્ર જેવા પ્રગતિશીલ રાજ્યના રાજ્યપાલ છે. લાગે છે કે તે આ વાતને પોતાની સુવિધાઓ અનુસાર ભુલી ગયા છે. મહારાષ્ટ્રના બીજેપીના નેતા રોજ સવારે સરકારની બદનામી કરવાનુ અભિયાન શરુ કરે છે. અહીં સમજી શકાય છે, પરંતુ આ અભિયાનનો કીચડ રાજ્યપાલ પોતાની ઉપર કેમ ઉડાવી લે છે. બીજેપી મહારાષ્ટ્રમા સત્તા ગુમાવી ચૂકી છે. આ મોટી પીડા છે. પરંતુ આનાથી થઇ રહેલા પેટદર્દ પર રાજ્યપાલ દ્વારા હંમેશા લેપ લગાવવાનો કોઇ અર્થ નથી. આ પીડા આગામી ચાર વર્ષ સુધી તો રહેવાની જ છે. પરંતુ બીજેપીનુ પેટ દુઃખી રહ્યું છે, એટલે બંધારણીય પદ પર બેઠેલા વ્યક્તિને પણ પ્રસવ પીડા થઇ ગઇ. આ બરાબર છે, પરંતુ આ પ્રસવ પીડાનો મુખ્યમંત્રી ઠાકેરેએ ઉપચાર કર્યો છે.

સામનામાં આગળ લખ્યુ છે- રાજ્યપાલના પદ પર બઠેલો વૃદ્ધ માણસ પોતાની મર્યાદા ઓળંગીને વ્યવહાર કરે તો શું થાય. આનો સબક દેશના તમામ રાજ્યપાલોએ લઇ લીધો છે. રાજ્યના મંદિરોને ખોલવા માટે બીજેપીએ આંદોલન શરૂ કર્યુ છે. તે રાજકીય આંદોલનમાં રાજ્યપાલને સહભાગી થવાની આવશ્યકતા નથી.

જ્યારે આ આંદોલન શરુ હતુ ત્યારે ટાઇમિંગ સાધતા માનનીય રાજ્યપાલને મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને એક પત્ર લખ્યો - તે પત્ર મુખ્યમંત્રી સુધી પહોંચવાની યાત્રા દરમિયાન જ અખબારો સુધી પહોંચી ગયો. રાજ્યમાં બાર અને રેસ્ટૉરન્ટ શરૂ થઇ ગયા છે. પરંતુ પ્રાર્થના સ્થળ કેમ બંધ છે.તમે અચાનક સેક્યૂલર કેમ થઇ ગયા છો, આવો જવાબ રાજ્યપાલે પુછ્યો, આના પર મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ રાજ્યપાલની ધોતી જ પકડી લીધી અને રાજભવનને હલાવીને મુકી દીધુ.