છેલ્લા 20 દિવસમાં 221ના મોત
આ હોસ્પિટલમાં છેલ્લા 20 દિવસમાં 221 લોકોના મોત થઈ ચૂક્યા છે. અત્યાર સુધી15 મે સુધી અત્યાર સુધી 460ના મોત થઈ ચૂક્યા છે. અહીં 1 મેથી લઈને 31 મેની વચ્ચે સરેરાશ 15 દર્દીના પ્રતિદિન મોત થયા છે. જેના કારણે 240 લોકોના મોત નોંધાયા જ્યારે એક જૂનથી 20 સુધી 221 મોત થયા છે. એટલે કે એવરેજ 11 દર્દીઓની દરરોજ મોત થઈ રહ્યાં છે. આ વાતની પુષ્ટી ખુદ KEM હોસ્પિટલના ડીન હેમંત દેશમુખે કરી છે.
ડીનનું કહ્યું કે, મોતનું કારણ ઓક્સીજનની કમી હોવું, એમ કહેવું ખોટું છે, કારણ કે અનેકવાર દર્દી હોસ્પિટલમાં મોડા આવે છે, જ્યાં સુધી દાખલ કરવામાં આવે ત્યાં સુધી તેની સ્થિતિ વધુ બગડી જાય છે. એટલું જ નહીં દાખલ થનાર દર્દીઓ તેમની પૂર્વ મેડિકલ જાણકારી પણ ખૂબજ મહત્વની હોય છે.
હોસ્પિટલના ડીન હેમંત દેશમુખે જણાવ્યું કે, હોસ્પિટલમાં 11 હજાર લીટર ઓક્સિજનની વ્યવસ્થા છે, સાથે જ ટૉપ-અપ સિસ્ટમ પણ અપનાવવામાં આવી રહી છે. એટલે કે 20 ટકા ઓક્સિજન બાકી રહે તો તેને તરત ફરી દેવામાં આવે છે.