= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બીલીમોરામાં સોમનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભકતોની ભીડ નવસારીના બીલીમોરામાં સોમનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભકતોની ભીડ જોવા મળી હતી. 700 વર્ષ જૂનું મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું હતું.
= liveblogState.currentOffset ? 'center_block hidden' : 'center_block'">
Continues below advertisement
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભવનાથ તળેટીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા મહાશિવરાત્રી નિમિત્તે જૂનાગઢ ભવનાથ તળેટીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. નાગા સાધુઓ શાહી સવારી સાથે મૃગીકુંડમાં સ્નાન કરશે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વિજય રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતમાંથી નામશેષ થઈ ગઈ છે. પ્રધાન મંત્રી મોદી ગુજરાતની મુલાકાત સમયે સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે બેઠક કરે તેવી શક્યતા છે.
= liveblogState.currentOffset ? 'center_block hidden' : 'center_block'">
Continues below advertisement
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડોદરાના નવનાથ મંદિરમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા રાજ્યભરમાં મહાશિવરાત્રીના પર્વની ધામધમૂથી ઉજવણી કરવામાં આવી રહી છે. સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. દ્વારકામાં નાગેશ્વર જ્યોતિર્લિંગમાં પણ શિવભક્તો ઉમટ્યા હતા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વડોદરાના નવનાથ મંદિરમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. 133 વર્ષ જૂના મંદિરમાં રાજવી પરિવારે પણ દર્શન કર્યા હતા. ભક્તોએ બિલીપત્ર, દૂધ અર્પણ કરી મહાદેવની ઉપાસના કરી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પ્રયાગરાજ, વારાણસી અને અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ ઉત્તર પ્રદેશના વારાણસી, પ્રયાગરાજ અને અયોધ્યામાં ભક્તોનો ભારે ધસારો છે. લાખો ભક્તો વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામ, અયોધ્યામાં રામ મંદિર અને પ્રયાગરાજમાં મહાકુંભ પહોંચી રહ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા,જામનગર, ભાવનગર સહિતના શહેરોમાં આવેલ શિવાલયોમાં પણ ભક્તો ઉમટ્યા આ સાથે જ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા,જામનગર, ભાવનગર સહિતના શહેરોમાં આવેલ શિવાલયોમાં પણ ભક્તો ઉમટ્યા છે. આ મહાશિવરાત્રિ પર્વ પર 60 વર્ષ પછી એક ખાસ સંયોગ બની રહ્યો છે. ધનિષ્ઠા નક્ષત્ર, પરિઘ યોગ, શકુનિકરણ અને મકર રાશિમાં ચંદ્રની હાજરીમાં શિવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે ચાર પ્રહર માટે ધ્યાન કરવાથી શિવની કૃપા પ્રાપ્ત થશે. શુભ સંયોગ અને શુભ મુહૂર્તમાં ભગવાન શિવની પૂજા કરવાથી તેમના ભક્તોને ઇચ્છિત ફળ મળશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજ્યભરમાં મહાશિવરાત્રિના પર્વની ધામધમૂથી ઉજવણી રાજ્યભરમાં મહાશિવરાત્રિના પર્વની ધામધમૂથી ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ શિવમંદિરો ''બમ બમ ભોલે...'', ''હર હર મહાદેવ..''ના નાદથી ગૂંજી ઉઠ્યા હતા. સોમનાથ મંદિરમાં સવારે 4 વાગ્યાથી દર્શન શરૂ થયા છે. મંદિર સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે. ભક્તોને દર્શન અને ગંગાજળ અભિષેકનો લાભ મળે એ માટે સવારે 8થી 11 અને બપોરે 1થી 5 વાગ્યા સુધી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તો દ્વારકામાં નાગેશ્વર જ્યોતિર્લિંગમાં પણ શિવભક્તો ઉમટ્યા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો જૂનાગઢમાં દર્શન માટે પહોંચ્યા મહાશિવરાત્રિ પર્વ પર જૂનાગઢમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા માટે પહોંચ્યા છે. ભવનાથ ક્ષેત્રમાં અલગ અલગ રાજ્યો તેમજ દેશ-વિદેશથી આવેલા નાગા સાધુઓ અલગ અલગ અખાડાઓના સંન્યાસીઓ, મહામંડલેશ્વરો રાત્રે રવેડીમાં જોડાશે. નાગા સાધુઓ સંન્યાસીઓ અને મહામંડલેશ્વરોની શાહી સવારી નીકળશે. જે બાદ સાધુ સંતો મૃગી કુંડમાં સ્નાન કરશે. આ પછી ભવનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મુખ્યપ્રધાન આદિત્યનાથે ગોરખનાથ મંદિરમાં ભગવાન શિવજીની પૂજા કરી હતી = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વીઆઈપી દર્શન માટે કોઈ સુવિધા નથી મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરમાં VIP દર્શનની કોઈ વ્યવસ્થા નથી. સામાન્ય ભક્તો અને VIP બંનેને એક જ સ્થળેથી દર્શન કરવાની છૂટ છે, જેનાથી સમાનતા અને ભક્તિની ભાવના વધુ મજબૂત બને છે. ગયા વર્ષે મહાશિવરાત્રીના દિવસે 1.5 લાખથી વધુ ભક્તોએ સોમનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. આ વખતે મોટી સંખ્યામાં ભક્તોના આગમનની શક્યતાને ધ્યાનમાં રાખીને વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પાર્કિંગ અને પરિવહન સુવિધાઓ ભીડ ટાળવા માટે મંદિરમાં આવવા અને જવાના રસ્તા અલગ કરવામાં આવ્યા છે. ભક્તોને દૂર પાર્કિંગ માટે ખાસ બસ સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જે તેમને સીધા મંદિર સુધી પહોંચાડશે. મંદિર પરિસરમાં સ્વચ્છતા જાળવવા માટે કાયમી કર્મચારીઓ ઉપરાંત 100 વધારાના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ટ્રસ્ટની ખાનગી સુરક્ષામાં 200 થી વધુ લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલીસ અને SRP પણ તૈનાત કરવામાં આવ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ઓનલાઈન રજિસ્ટ્રેશન અને પૂજા આ વખતે મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 25 રૂપિયામાં બિલીપત્ર પૂજાના ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં 3.5 લાખથી વધુ ભક્તોએ નોંધણી કરાવી છે. પૂજા પછી, ભક્તોને ભગવાનની પ્રસાદ અને ભસ્મ પોસ્ટ દ્વારા તેમના ઘરે મોકલવામાં આવશે. પાર્થવ પૂજા માટે 2 હજારથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ પૂજા દરિયા કિનારે ઇકો-ફ્રેન્ડલી રીતે કરવામાં આવે છે, જેમાં માટીના શિવલિંગનો ઉપયોગ કરવામાં આવે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સતત 48 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિર મહાશિવરાત્રીના શુભ અવસર પર સોમનાથ મંદિરમાં ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરના દરવાજા સવારે 4 વાગ્યે ખુલશે અને સતત 48 કલાક ખુલ્લા રહેશે, જેનાથી ભક્તો ભગવાન શિવના અવિરત દર્શન કરી શકશે. દર્શન દરમિયાન કોઈ અસુવિધા ન થાય તે માટે સોમનાથ ટ્રસ્ટે ખાસ વ્યવસ્થા કરી છે.આ માહિતી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજય સિંહે આપી હતી. સિંહે જણાવ્યું હતું કે બિલીપત્ર પૂજા માટે 3.5 લાખથી વધુ ભક્તોએ 25 રૂપિયામાં ઓનલાઈન નોંધણી કરાવી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દિલ્હીના મુખ્યમંત્રીએ ગૌરીશંકર મંદિરમાં દર્શન કર્યા હતા = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
નેપાળના પશુપતિનાથ મંદિરમાં ઉમટ્યા ભક્તો = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે મહાશિવરાત્રીના અવસરે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા