નવી દિલ્હી: ICC ક્રિકેટ વર્લ્ડકપ 2019માં ટીમ ઈન્ડિયા તરફથી રમી રહેલા મહેન્દ્ર સિંહ ધોની માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. દિલ્હીથી જોડાયેલા નોઈડા સ્થિત મહેન્દ્રસિંહ ધોનીના ઘરમાં ચોરી થઈ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મહેન્દ્ર સિંહ ધોનીના ઘરમાંથી એલઈડી ટીવી, ઈનવર્ટર, લેપટોપ, મોબાઈલ ફોન અને ગેસ સિલિન્ડર સુધીની ચોરી કરવામાં આવી છે.
મહેન્દ્ર સિંહ ધોનીના જે ઘરમાં ચોરી થઈ છે તે નોઈડા સેક્ટર 104માં આવેલું છે. ચોરીની ઘટના હાઈપ્રોફાઇલ હોવાથી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ચોરીના કેસ સંદર્ભે ત્રણ લોકોની ધરપકડ કરી લીધી હતી.
મહેન્દ્ર સિંહ ધોનીના ઘરે ચોરી મામલે ધરપકડ કરવામાં આવેલા ત્રણેય લોકોનાં નામ સહાબુદ્દીન, રાહુલ અને ઇકલાફ છે.
મહત્વની વાત એ છે કે, ધોનીએ પોતાનું આ ઘર વિક્રમસિંહ નામના વ્યક્તિને ભાડે આપેલું છે. છેલ્લા કેટલાય સમયથી આ વ્યક્તિ અહીં ભાડે રહે છે.
ટીમ ઈન્ડિયાના કયા ક્રિકેટરના ઘરે ચોરી થઈ? નામ જાણીને ચોંકી જશો
abpasmita.in
Updated at:
07 Jun 2019 12:11 PM (IST)
મહેન્દ્ર સિંહ ધોનીના જે ઘરમાં ચોરી થઈ છે તે નોઈડા સેક્ટર 104માં આવેલું છે. ચોરીની ઘટના હાઈપ્રોફાઇલ હોવાથી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -