Video: મંચ પર રાહુલની ગાંધીને હાથ લગાવીને મલ્લિકાર્જુન ખડગે શું કહ્યું? વીડિયો વાયરલ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની વધતી દાઢી આ દિવસોમાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.

Continues below advertisement

Mallikarjun Kharge With Rahul Gandhi: ભારત જોડો યાત્રા કરી રહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની વધતી દાઢી આ દિવસોમાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. આ દાઢીને લઈને ભાજપે ઘણી વખત રાહુલ ગાંધીને ટોણા માર્યા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીનો એક ક્યૂટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ખડગે રાહુલની દાઢીને સ્પર્શ કરીને તેને પ્રેમ આપતા જોવા મળે છે. આ વીડિયોને ઘણા લોકોએ પસંદ કર્યો છે.

Continues below advertisement

ભલે રાહુલની દાઢી અન્ય રાજકીય પક્ષોના નેતાઓની આંખોમાં ડંખ મારતી હોય, પરંતુ કોંગ્રેસ પક્ષના અધ્યક્ષને આ દાઢી ખૂબ જ પસંદ પડી છે. લોકોએ આ ક્ષણનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. એક યુઝરે વીડિયો શેર કરતાં લખ્યું કે, ખડગે અને રાહુલ ગાંધી વચ્ચે સ્નેહ. સાથે દિલનું ઈમોજી પણ મુક્યું છે. આ વીડિયોમાં બંને નેતાઓ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

રાહુલની દાઢીને લઈને હોબાળો થયો હતો

આ દાઢીના કારણે રાહુલ ગાંધીને પણ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. તેમના પર ઘણા અંગત હુમલા પણ થયા હતા. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ રાહુલની દાઢીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે રાહુલની તુલના સદ્દામ હુસૈન સાથે કરી હતી. તેમનું આ નિવેદન ગુજરાત અને હિમાચલ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન સામે આવ્યું હતું.

ભારત જોડો યાત્રા 24 ડિસેમ્બરે દિલ્હી પહોંચશે

છેલ્લા કેટલાય મહિનાઓથી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. તેમની યાત્રા 24 ડિસેમ્બરે રાજધાની દિલ્હીમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ લગભગ આઠ દિવસના આરામ પછી ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબમાંથી પસાર થઈને જમ્મુ-કાશ્મીરમાં સમાપ્ત થશે. આ પ્રવાસ દરમિયાન અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ રાહુલ ગાંધી સાથે ચાલતી જોવા મળી છે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે ફક્ત 1 દિવસ માટે જ ગુજરાત આવ્યા હતા અને 2 સભાઓ સંબોધી હતી. રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રા દરમિયાન ઘણા વીડિયો પણ વાયરલ થયા છે જેમાં રાહુલ ગાંધી દોડતા જોવા મળ્યા હતા.

Continues below advertisement
Sponsored Links by Taboola