Telangana Congress: તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના 10થી વધુ સભ્યોએ સોમવારે રાજીનામુ ધરી દીધુ હતુ, અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (એઆઇસીસી)ના સચિવ નદીમ જાવેદે રાજ્ય યૂનિટમાં આંતરકલહ ખતમ કરવા માટે પ્રયાસ શરૂ કરી દીધો છે. પ્રદેશ કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓએ તાજેતરમાં જ કહ્યું હતુ કે બીજી પાર્ટીમાંથી આવનારા વ્યક્તિઓને મહત્વ આપવામા આવી રહ્યું છે. તેમના આ નિવેદન બાદ પીસીસીના 10થી વધુ સભ્યોએ રાજીનામુ ધરી દીધુ હતુ.  


પાર્ટીના સુત્રોએ કહ્યું કે, જાવેદ સમસ્યાઓના સમાધાનના પ્રયાસો અંતર્ગત બન્ને પક્ષો સાથે વાત કરી રહ્યો છે. સુત્રોને આશા છે કે, મા્મલો જલદી સમાધાન પર આવી જશે, રવિવારે પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં રાજીનામુ આપનારા નેતાઓ ખુબ ગુસ્સામાં હતા.  


Congress: કોંગ્રેસની તેલંગાણા યૂનિટમાં કકળાટ, 13 નેતાઓએ પદ પરથી ધરી દીધુ રાજીનામુ -


Telangana PCC Members Quit: કોંગ્રેસમાં ફરી એકવાર દેશમાં તુટતવાનો દોર શરૂ થઇ રહ્યો છે. કોંગ્રેસની તેલંગાણા યૂનિટમાં આંતરિક કકળાટ ફરી શરૂ થયો છેં, અને આ કકળાટ એટલે સુધી પહોંચ્યો છે કે, તેંલંગાણાની પ્રદેશ કોંગ્રેસ કમિટી (પીસીસી)ના 13 સભ્યો અને કેટલાક વરિષ્ઠ નેતાઓએ નારાજ થઇને રવિવારે રાજીનામું ધરી દીધુ છે. તેમને કહ્યું કે કોંગ્રેસમાં અન્ય પક્ષોમાંથી આવેલા લોકોને પ્રમુખતા મળી છે, અને મૂળ કોંગ્રેસના નેતાઓને કિનારે કરવામાં આવી રહ્યાં છે.  


આ 13 નેતાઓમાં કોંગ્રેસના ધારાસભ્ય ડી. અનસૂસા (સીતક્કા) અને પૂર્વ ધારાસભ્ય ની.નરેન્દ્ર રેડ્ડી પણ સામેલ છે. અવિભાજિત આંધ્ર પ્રદેશના પૂર્વ ઉપમુખ્યમંત્રી દામોદર રાજનરસિંહના તેલુગુ દેશમા પાર્ટી (તેદેપા)ના કેટલાક પૂર્વ નેતાઓના કોંગ્રેસમાં સામેલ થવાના સંબંધમાં શનિવારે કહ્યું હતું કે જો બીજા પક્ષોમાંથી કોંગ્રેસમાં આવનારાઓને પાર્ટીમાં મહત્વ આપવામાં આવશે, તો આનાથી મૂળ કોંગ્રેસ કાર્યકર્તાઓની વચ્ચે શું સંદેશ જશે. 


પ્રદેશ અધ્યક્ષથી નારાજ છે નેતા -
આંધ્ર પ્રદેશના પૂર્વ ઉપમુખ્યમંત્રી દામોદર રાજનરસિંહે જ્યારે આ ટિપ્પણી કરી ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા મલ્લૂ ભટ્ટી વિક્રમાર્ક, લોકસભા સભ્ય એન. ઉત્તમ કુમાર રેડ્ડી, પૂર્વ સાંસદ મધુ યશકી ગૌડ અને પાર્ટી ધારાસભ્ય ટી જયપ્રકાશ રેડ્ડી પણ તેમની સાથે હાજર હતા. આ નેતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ એ રેવંત રેડ્ડીથી નારાજ છે.


પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ એ. રેવંત રેડ્ડીએ આંતર કલકને લઇને પત્રકારોના સવાલોના પ્રત્યક્ષ રીતે જવાબ નથી આપ્યા, તેમને કહ્યું કે પાર્ટી આલાકમાન આ તમામ મુદ્દાઓ પર જોશે, અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (એઆઇસીસી)ના નિદેશાનુસાર ગાંમડાથી લઇને રાજ્ય લેવલ સુધી નેતા 26 જાન્યુઆરીએ તેલંગાણામાં પદયાત્રા કાઢીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરશે.