નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક દરમિયાન બધા રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોત પોતાની માંગ સામે મુકી હતી. પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારના કેટલાક નિર્ણયો પર નારાજગી દર્શાવી હતી.

મમતા બેનર્જીઓ કહ્યું કે કેન્દ્ર દરરોજ કેટલીય ગાઇડલાઇન મોકલે છે, અમે આને વાંચવા અને ફોલો કરવામાં થાકી જઇએ છીએ.

મમતા બેનર્જીએ કહ્યું....
* કેન્દ્રની ગાઇડલાઇનને વાંચવા અને લાગુ કરવામાં થાકી ગયા છીએ
* કેન્દ્રનો પત્ર સાર્વજનિક હોવુ સંઘીય માળખાનુ ઉલ્લંઘન છે
* લૉકડાઉન પર નિર્ણયોનો અધિકાર રાજ્યોને મળે
* રાજ્યોને નિર્ણયોની માત્ર માહિતી ના આપવામાં આવે
* કેન્દ્ર પર બાકી 61 હજાર કરોડનુ જલ્દી ચૂકવણુ થાય
* ટ્રેનના સંચાલનમાં સાવધાની રાખવામાં આવે, નહીં તો કોરોનાનો ખતરો વધશે



મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, લૉકડાઉન પર એકતરફી નિર્ણયો લઇને રાજ્યોને માત્ર સૂચિત કરી દેવામાં આવે છે. તેમને માંગ કરી છે કે લૉકડાઉન વધારવા કે તેમાં ફેરફાર કરવાનો ફેંસલો કરવાનો અધિકાર રાજ્ય સરકારોને મળવો જોઇએ, કેમકે રાજ્ય જમીની હકીકત જાણતુ હોય છે. કોરોના સામેની લડાઇ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને લડવી પડશે.