Mamata Banerjee Helicopter : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના હેલિકોપ્ટરનું ખરાબ હવામાનના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ સાથે મમતા બેનરજીનો આબાદ બચાવ થયો હતો. આ દરમિયાન ઈમરજન્સીમાં સીએમ મમતાને પણ ઈજા થઈ હતી. ઈજાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. 


અધિકારીઓએ જણાવ્યું કે મમતા બેનર્જીનું હેલિકોપ્ટર ખરાબ હવામાનમાં ફસાઈ ગયું હતું. જે બાદ સીએમના હેલિકોપ્ટરને મંગળવારે બપોરે સિલિગુડી નજીક સેવોકે એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.


તેમણે કહ્યું હતું કે, મમતા બેનર્જી જલપાઈગુડીમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કર્યા બાદ બાગડોગરા એરપોર્ટ જઈ રહી હતી. ત્યાર બાદ બૈકુંથપુર જંગલની ઉપરથી ઉડતી વખતે તેમનું હેલિકોપ્ટર ખરાબ હવામાનની ઝપટમાં આવી ગયું હતું. અધિકારીએ કહ્યું હતું કે, અહીં ભારે વરસાદ પડી રહ્યો છે અને પાઇલટે ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન હેલિકોપ્ટરને જમીન સાથે ઝાટકો લાગ્યો હતો. જેમાં મમતા બેનરજીને સામાન્ય ઈજા પહોંચી હતી. 






સૂત્રોના જણાવ્યા પ્રમાણે હેલિકોપ્ટરના ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન મમતા બેનરજીને પીઠના ભાગે ઈજા થઈ હતી. જ્યારે પગના ભાગે પણ સામાન્ય ઈજા પહોંચી હતી. મમતા પગના ભાગે છોલાઈ ગયા છે. ઈજા થતા જ તેમને તત્કાળ સારવાર અર્થે SSKM હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. 


તેમણે ઉમેર્યું હતું કે, આ ઘટના બાદ મમતા બેનર્જી બાગડોગરા એરપોર્ટ સુધી રોડ માર્ગે મુસાફરી કરશે અને પછી કોલકાતા પરત જશે.


પંચાયત ચૂંટણીના પ્રચાર માટે મુખ્યમંત્રી ઉત્તર પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોની મુલાકાત લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટે 8 જુલાઈએ મતદાન થશે.


'TMC એકલા જ 2024ની લોકસભા ચૂંટણી લડશે', વિપક્ષની એકતાના પ્રયાસો વચ્ચે મમતા બેનર્જીનું નિવેદન


પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC પ્રમુખ મમતા બેનર્જીએ વિપક્ષી એકતાની કવાયતને મોટો ઝટકો આપ્યો છે. તેમણે ગુરુવારે (2 માર્ચ) કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ (TMC) 2024ની લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે. ટીએમસીનું ગઠબંધન જનતા સાથે રહેશે. બેનર્જીએ કહ્યું હતું કે તે લોકોના સમર્થનથી 2024ની લોકસભા ચૂંટણી લડશે." આવી સ્થિતિમાં મને ખાતરી છે કે જે પણ ભાજપને હરાવવા માંગે છે તે ટીએમસીને મત આપશે. તેમણે વધુમાં દાવો કર્યો કે લોકો તેમની સાથે છે. 2024માં પણ આવું જ થશે તેવી આશા વ્યક્ત કરી હતી.


આગામી દિવસોમાં ઘણા વિપક્ષી નેતાઓ ભાજપ વિરુદ્ધ એકસાથે થવા માટે રેલી કરી રહ્યા છે, પરંતુ TMC દ્વારા એકલા ચૂંટણી લડવાની જાહેરાત ચિંતા વધારી શકે છે. તામિલનાડુના સીએમ એમકે સ્ટાલિને બુધવારે (1 માર્ચ) તેમના જન્મદિવસ પર ચેન્નઈમાં રેલી યોજી હતી. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અખિલેશ યાદવ સહિત ઘણા નેતાઓ પહોંચ્યા હતા. આ દરમિયાન તમામ નેતાઓએ ભાજપ સામે એક થવાની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો.


https://t.me/abpasmitaofficial