નડ્ડાએ કહ્યુ કે, આ કાયદો નાગરિકતા આપવા માટે છે કોઇની નાગરિકતા છીનવવા માટે નહીં. નડ્ડાએ કહ્યું કે, ભારતમા આપણા મુસ્લિમ ભાઇ આગળ વધે. અનેક મુસ્લિમ ભાઇઓ ચીફ જસ્ટિસ બન્યા, રાષ્ટ્રપતિ બન્યા, ઉપરાષ્ટ્રપતિ બન્યા, મોટા-મોટા પદો પર બેઠા. અમે તેમન સમાન નજરે જોયા. આગળ વધવા માટે અમે પુરી મદદ કરી.
નડ્ડાએ કહ્યું કે, મમતા બેનર્જી મત બેન્કની રાજનીતિ કરી રહી છે. વડાપ્રધાન મોદીનું લક્ષ્ય પાડોશી દેશોમાં ઉત્પીડન કરવામાં આવી રહેલા લોકોનુ ભલું કરવાનું છે. રેલીની ભીડને જોઇને ખ્યાલ આવે છે કે લોકો નાગરિકતા સંશોધન કાયદાને લઇને સરકારની સાથે છે.