નવી દિલ્હીઃ લૉકડાઉનની દરમિયાન કોરોના સંક્રમણને ઓછો કરવા માટે કેટલાક રાજ્યોએ યોગ્ય પગલા ભર્યા છે, આનુ આકલન કરવા માટે કેન્દ્ર પણ રિપોર્ટ રાખી રહી છે. આવુ આકલન કરવા માટે કેન્દ્રની ટીમ પશ્ચિમ બંગાળમાં ગઇ હતી, જેના પર મમતા બેનર્જી ભડકી છે.
સોમવારે મમતા બેનર્જીએ પુછ્યુ કે રાજ્યોમાં છ ઇન્ટર મિનિસ્ટ્રીયલ કેન્દ્રીય ટીમોનુ ગઠન કરવામાં આવ્યુ છે, લૉકડાઉનના નિયમોનુ ઉલ્લંઘનના રિપોર્ટ્સની વચ્ચે સેન્ટ્રલ ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમો કોલકત્તા સહિત સાત જિલ્લાનો પ્રવાસ કરશે.
મમતાએ કહ્યું કે, આવી પરિસ્થિતિનુ આકલન કરવા માટે પશ્ચિમ બંગાલમાં કેન્દ્રમાંથી મોકલાયેલી ટીમોનો નિર્ણય યોગ્ય નથી.
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ મોદીને પત્ર લખીને કહ્યું- ગૃહમંત્રીએ ફોન પર મને લગભગ એક વાગે આના વિશે વાત કરી, અને જણાવ્યુ કે ઇન્ટર મંત્રાલયી કેન્દ્રીય ટીમો મારા રાજ્યનો પ્રવાસ કરશે. દુર્ભાગ્યવશ ટીમો કોલકત્તામાં સવારે 10 વાગેને 10 મિનીટે પહોંચી ગઇ હતી, મારી વાતચીતથી બહુ પહેલા.
મમતા બેનર્જીએ એક ટ્વીટમાં કહ્યું કે કોઇપણ જાતની સ્પષ્ટતા કર્યા વિના અમે આ વાત સાથે જોડાવવા માંગતા નથી. મમતાએ ટ્વીટમાં લખ્યુ- કૉવિડ-19ના સૂચનોમાં કેન્દ્રનુ અમે સ્વાગત કરીએ છીએ. પણ કયા આધારે આ ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમો મોકલવામાં આવી રહી છે, જેને હેતુ અસ્પષ્ટ છે.
લૉકડાઉનના નિયમોની તપાસ કરવા કેન્દ્રની ટીમો પશ્ચિમ બંગાળમાં ગઇ તો સીએમ મમતા બેનર્જી ભડકી, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Apr 2020 12:51 PM (IST)
લૉકડાઉનના નિયમોનુ ઉલ્લંઘનના રિપોર્ટ્સની વચ્ચે સેન્ટ્રલ ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમો કોલકત્તા સહિત સાત જિલ્લાનો પ્રવાસ કરશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -