મમતા બેનર્જી સાંજે 7 વાગ્યે રાજ્યપાલ સાથે કરશે મુલાકાત, 5 મેના રોજ લેશે મુખ્યમંત્રી પદના શપથ 

ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જી પાંચ મેના રોજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ લેશ. ટીએમસીના નેતા અને મંત્રી પાર્થા ચેટર્જીએ આ જાણકારી આપી છે. મમતા બેનર્જી આજે સાંજે સાત વાગ્યે રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

Continues below advertisement

ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જી પાંચ મેના રોજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ લેશ. ટીએમસીના નેતા અને મંત્રી પાર્થા ચેટર્જીએ આ જાણકારી આપી છે. મમતા બેનર્જી આજે સાંજે સાત વાગ્યે રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

Continues below advertisement

તૃણમૂલ કૉંગ્રેસે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવી ઈતિહાસ રચી દિધો છે. સતત ત્રીજી વખત રાજ્યમાં સત્તા પોતાની પાસે જાળવી રાખવામાં મમતા બેનર્જી સફળ થયા છે. ટીએમસીએ 292 વિધાનસભા બેઠકોમાંથી 213 બેઠકો પર જીત મેળવી છે. આ ચૂંટણીમાં પોતાની તમામ તાકાત લાગવનાર ભાજપે 77 બેઠકો પર જીત મેળવી છે. 

આ સાથે જ રાષ્ટ્રીય સેકુલર મજલિસ પાર્ટીના ચિન્હ પર ચૂંટણી લડનારી આઈએસએફને એક બેઠક મળી છે અને એક અપક્ષ ઉમેદવાર જીત મેળવવામાં સફળ થયા છે. કૉંગ્રેસ અને લેફ્ટને ખાતુ ખોલવામાં પણ સફળતા નથી મળી. તૃણમૂલ કૉંગ્રેસનું પ્રદર્શન આ વખતે 2016 કરતા પણ વધારે શાનદાર રહ્યું છે. 2016માં તેમણે 211 બેઠકો પર જીત મેળવી હતી.

મોટી જીત છતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નંદીગ્રામમાં હારનો સામનો કરવો પડ્યો છે. મમતાએ પોતાના પૂર્વ સહયોગી શુભેંદુ અધિકારી સામે 1,956 મતોથી હાર થઈ છે. 

ટીએમસીના જનરલ સેક્રેટરી પાર્થ ચેટર્જીએ કહ્યું કે ચૂંટાયેલા ધારાસભ્યોએ મમતા બેનર્જીને સર્વાનુમતે પશ્ચિમ બંગાળ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટ્યા હતાં. અમે તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ. નબળી શારીરિક સ્થિતિ હોવા છતાં તેઓએ બંગાળના લોકોની સુરક્ષા માટે ભારતના લોકોની રક્ષા માટે લડત લડી છે. બધા માટે એક થઈને લડ્યા છે. તેથી વિધાનસભા પક્ષે તેમનો આભાર વ્યક્ત કર્યો છે.

મમતા બેનર્જીએ ધારાસભ્યો સાથેની બેઠકમાં કોવિડ19 મહામારી પર નિયંત્રણ રાખવા પ્રાધાન્ય આપવાનો નિર્દેશ આપ્યો છે. આ વિસ્તારમાં જાગૃતિ ફેલાવવા અને સ્થાનિક લોકોને મદદ કરવા નિર્દેશ આપ્યો છે. મમતા બેનર્જીએ પહેલેથી જ કહ્યું છે કે કોવિડના કારણે નાના અને સાદા સમારોહમાં શપથ લેશે. કોવિડની નાબૂદી બાદ બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે એક સમારોહ યોજવામાં આવશે.

Continues below advertisement
Sponsored Links by Taboola