દેશમાં કોરોનાની બીજી લહેરની વચ્ચે સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો અને દાવા વાયરલ થઇ રહ્યાં છે. આવો જ એક દાવો હાલ વાયરલ થઇ રહ્યો છે કે ગરમ પાણીમાં લીંબુ અને બેકિંગ સોડા નાખવાથી કોરોના ખતમ થઇ જાય છે જાણીએ આ દાવામાં કેટલું સત્ય છે.
વાયરલ પોસ્ટમાં શું છે દાવો?
કોરોનાની મહામારી વચ્ચે હાલ એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગરમ પાણીમાં લીંબુ અને બેકિંગ સોડા નાખીને પીવાથી કોરોના સંક્રમણને દૂર કરી શકાય છે. હાલ મહામારીમાં આ પોસ્ટ ખૂબ વાયરલ થઇ રહી છે.
શું છે વાયરલ પોસ્ટની હકીકત
ભારત સરકારની પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો વેબસાઇડની ફેક ચેક ટીમે આ દાવાની સત્યતા પારખવા માટે વાયરલ પોસ્ટ મામલે તપાસ કરી. ફેક ચેક ટીમને તપાસ કરતા જાણવા મળ્યું કે, ગરમ પાણીમાં લીંબુ અને બેકિંગ સોડા નાખીને પીવાથી કોરોના સંક્રમણનો ઇલાજ કરી શકાય તેવું કોઇ વૈજ્ઞાનિક પુરાવો નથી. ટૂંકમાં ફેક ચેકની ટીમે આ તથ્યને પાયવિહોણું અને ખોટું સાબિત કર્યું છે તેમજ આવી અફવાથી બચવા અનુરોધ કર્યો છે.
કોરોનાની મહામારી વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર કોરોનાના અનેક ઘરગથ્થુ ઉપાયની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આવી જ એક કોરોનાના ઉપાય હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, જો નાકમાં લીબુંના રસના ટીપાં નાખવામાં આવે તો કોરોનાના વાયરસ ખતમ થઇ જાય છે.
પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની ફેકચેકમાં આ દાવાને ખોટો સાબિત થયો છે. આ દાવાનું કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ ન હોવાથી દાવાને ખોટો સાબિત કરવામાં આવ્યો છે. કોરોના વાયરસને લઇને કોઇ ચોક્કસ દવા હજુ સુધી શોધાઇ ન હોવાથી આવી અનેક પોસ્ટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેનું કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ નથી હોતું. ફેક ચેકમાં આ દાવાને તદન ખોટો સાબિત કરવામાં આવ્યો છે.