નવી દિલ્લીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાનીમાં વિરોધ પક્ષના MP પ્રણવ મુખર્જીની મુલાકાત કરી હતી. અને રાષ્ટ્રપતિને જણાવ્યું હતું કે, કેંદ્ર સરકારના નિર્ણયને પરત લેવા માટે કહેવામાં આવે, એક સમયે નાણાં મંત્રી રહેલા રાષ્ટ્રપતિ દેશની પરિસ્થિતિથી સારી રીતે વાકેફ હશે.

કેંદ્ર સરકાર તરફથી 500 થી 1000 ની જૂની નોટ પર પ્રતિબધન નિર્ણય વિરુદ્ધ પશ્ચિમ બંગળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે રાષ્ટ્રપતી ભવન સુધીની માર્ચ કાઢી હતી. તેની સાથે નેશનલ કૉંફ્રેસ અને એનડીએના સહયોગી શિવસેનાના સાંસદ પણ જોડાયા હતા. મમતા બેનર્જીએ તૃણમૂલ કૉંગ્રેસના સાસંદોની આગેવાની કરી હતી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે રાષ્ટ્રપતિ ભવન સુધીની માર્ચમા શિવસેના સાથે આમ આદમી પાર્ટીના ભગવંત માન પણ જોડાયા હતા. આ દળ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આવેદન પત્ર આપશે.

કેંદ્રની મોદી સરકારે 500 અને1000 રૂપિયા નોટો પર એક જ રાતમાં પ્રતિબંધ મૂકીને લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. આમ લોકો બેંકો અને એટીએમ બહાર નોટો બદલવા માટે લોકોની લાંબી ભીડ જામી રહી છે. ઘણા લોકોની આ ભીડમાં મોત પણ થયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલે મંગળવારે મમતા બેનર્જીએ સાથે મુલાકાત કરી હતી અને બંને વચ્ચે અંદાજે 40 મીનીટ