નવી દિલ્લીઃ બુધવારે સવારે 11 વાગે સંસદના બંને સત્રનો પ્રારંભ થયો હતો. લોકસભામાં દિવંગતોને શ્રદ્ધાંજલી આપીને પહેલા દિવસની કાર્યવાહીને એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. જ્યારે રાજ્ય સભામાં નોટો પરની પ્રતિબંધને લઇને ચર્ચા કરવામાં આવી હતી. નોટો પર પ્રતિબંધને લઇને થોડી મીનીટો સુધી રાજ્યસભામાં હંગામો થયો હતો. ત્યાર બાદ ચર્ચા શરૂ કરવામાં આવી હતી.

ચર્ચાની શરૂઆતમાં વિરોધ પક્ષ કૉંગ્રેસના નેતા આનંદ શર્માએ નોટ બંધી પર સરકારને ચાબખા માર્યા હતા. શર્માએ જણાવ્યું હતું કે, માર્કેટમાં 86 ટકા નોટો 500 અને 1000 ની છે, શું તમામ બ્લેક મની છે.?

આનંદ શર્માએ થોડા દિવસોમાં મોદીએ આપેલા ભાષણોને લઇને સવાલ ઉઠાવ્યા હતા. મોદીએ ગોવાના ભાષણાં કહ્યું હતું કે લોકો મને મારવા માંગ છે. તેના પર આનંદ શર્માએ કહ્યું હતું કે, દેશ જાણવા માંગ છે કે તમને કોણ મારવા માંગે છે. તે દેશ જાણવા માંગ છે. આનંદ શર્માએ જણાવ્યું હતું કે, જો નોટ પર પ્રતિબંધ અંગે પહેલાથી લોકોને જણાવી દેવામાં આવ્યું હોત તો, કોણ આતંકવાદી બોરી ભરીને બેંક પર નોટ બદલવા જઇ રહ્યા છે. કયા સંવિધાન તમને અધિકાર આપવામાં આવ્યો છે કે, તમે લોકોને પૈસા ઉપાડતા રોકો. તેમજ વધુમાં જણાવ્યું હતું કે, સ્વીસ બેંકમાં કાળાનાણાં જમા કરાવનારના નામ જાહેર કરવાજ જોઇએ. જેથી દેશને પણ ખબર પડે કે, તમને માળા પહેરાવનાર કેટલા નામ છે.