માણસની હંમેશાથી ઇચ્છા રહી છે કે તે લાંબું જીવે. તેના માટે લોકો અનેક નુસખા પણ અપનાવતા રહ્યા છે. ત્યારે હવે હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરનું કહેવું છે કે, વ્યક્તિ હજારો વર્ષ સુધી જીવીત રહી શકે છે અને આ માત્ર બે વર્ષની અંદર શક્ય થવા જઈ રહ્યું છે. પ્રોફેસર ડેવિડ સિંસલેરે કહ્યું કે, ઉંદર પર થયેલ ટેસ્ટથી એ સાબિત થઈ ગયું છે કે મગજ અને અન્ય અંગોમાં વૃદ્ધાવસ્થાને ઉંધી કરી શકાય છે.
પ્રોફેસર ડેવિડ સિંસલેરે એક પોડકાસ્ટમાં કહ્યું, એક ભ્રૂણ જીંસ હોય છે. જેને જો પશુઓની અંદર નાંખવામાં આવ તો ઉંમરને વધતી અટકાવી શકાય છે. આ કામ કરવામાં 4 થી 8 મહિના લાગે છે. તેમણે કહ્યું તમે કોઇ નેત્રહિન ઉંદર લઈ શકો છો. જે વધતી ઉંમરના કારણે જોઈ શકતો નથી. બ્રેનની જેમ ન્યૂરોન કામ નથી કરતું. આ ન્યૂરોનને જો ફરીથી બનાવવામાં આવે તો ઉંદર ફરીથી યુવા થઈ જશે અને તે ફરીથી જોવા લાગશે.
ઉંદર પર થઈ રહેલા રિસર્ચનું શું આવ્યું પરિણામ
52 વર્ષીય હાવર્ડના પ્રોફેસરે કહ્યું કે ગત વર્ષે ડિસેમ્બરમાં પ્રકાશિત તેમની શોધે સાબિત કર્યુ છે કે આ એક એવી વ્યવસ્થા છે જે અંતર્ગત કોશિકાઓને યુવાવસ્થા તરફ લાવી શકાય છે. ભ્રૂણ જીંસ (Embroynic Genes) અંગે પ્રોફેસર ડેવિડે કહ્યું કે, આનો ઉપયોગ આપણે તેવા ઉંદરોના મગજ પર કરી રહ્યા છીએ જેને અમે સમય કરતા પહેલા વૃદ્ધ કરી દીધા હતા અને ફરીથી તેઓ પોતાની ક્ષમતા હાંસલ કરી રહ્યા છે.
આજના સમયમાં જન્મેલા બાળકોએ 100 વર્ષ જીવવાનો લક્ષ્ય રાખવો જોઈએ
તેમણે એમ પણ કહ્યું, હું ખૂબ આશાવાદી છું કે આગામી બે વર્ષથી ઓછા સમયમાં માણસો પર રિસર્ચ શરૂ કરવા જઈ રહ્યો છું. આધુનિક દવાઓ વ્યક્તિના જીવનને વધારવાની અસરને લઈ શરૂ થયેલી ચર્ચામાં વિશેષજ્ઞએ કહ્યું, આજના સમયમાં જન્મેલા બાળકોએ 100 વર્ષ સુધી જીવતા રહેવાનો લક્ષ્ય રાખવો જોઈએ.