નવી દિલ્લી : જો કોરોના રસી મળ્યા પછી પ્રાપ્ત રસીના પ્રમાણપત્રમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય, તો હવે તમે તેને જાતે ઠીક કરી શકો છો. કેન્દ્ર સરકારે આજે એક નવું અપડેટ જાહેર કર્યું છે, જેમાં તમે હવે પ્રમાણપત્ર પર તમારું નામ, જન્મ તારીખ અને લિંગ બદલી શકો છો અને ભૂલોને સુધારી શકો છો. 


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ વિકાસ શીલે કહ્યું કે,  કોવિન વેબસાઇટ દ્વારા આ સુધારા  કરી શકાશે. આરોગ્ય સેતુ એપના  ઓફિશયલ ટ્વિટ પર માહિતીઅપાઇ છે.  , “જો કોવિન રસીકરણના પ્રમાણપત્રોમાં અજાણતાં તમારા નામ, જન્મ તારીખ અને લિંગમાં કોઈ ભૂલો રહી ગઇ  હોય તો કોવિનની વેબસાઇટ પર જાઓ અને આ સંદર્ભમાં તમારી સમસ્યા શેર કરીને આપ જાતે તેને અપડેટ કરીને ભૂલ સુધારી શકો છો. 


કોવિડ રસીકરણનું પ્રમાણ પત્ર આપને યાત્રા સમયે ઉપયોગી થઇ શકે છે. આ કારણે સરકારે રસીના પ્રમાણપત્રમાં ભૂલને સુધારવા માટેનું ઓપ્પશન આપીને યુઝ્રર્સને પ્રમાણ પત્ર અપડેટ કરાવની સુવિધા આપી છે.


બંને ડોઝ લઇ ચૂકેલા લોકો માટે એપ પર દેખાશે બે લીલી રંગના ડોટ્સ.જે લોકોએ વેક્સિનનનો એક ડોઝ લીધો છો. તેમને વાદળી રંગનો એક ડોટસ દેખાશે,. તો બંને ડોઝ લઇ લીધાના 14 દિવસ બાદ તેમના નામ સામે બે ડોટસ દેખાશે.  રસીકરણ માટે  કોવિન એપ પર રજિસ્ટ્રેશન માટે  જે મોબાઇલ નંબરનો ઉપયોગ થયો હોય તે  તેના દ્રારા વેક્સિનનું પ્રમાણ પત્ર અપડેટ કરી શકાશે . રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ -19ની કુલ 23,90,58,360 ડોઝ આપી દેવાઇ છે. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.21 ટકા છે જ્યારે રિકવરી રેટ 94 ટકા થઈ ગયો છે. એક્ટિવ કેસ ઘટીને 5 ટકા કરતાં પણ ઓછા છે. કોરોના એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભારત બીજા સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.


આજે દેશમાં સતત 27માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે છે. 8 જૂન સુધી દેશમાં 23 કરોડ 90 લાખ 58 હજાર કોરોના રસીના ડોઝ આપિવામાં આવ્યા છે. વિતેલા દિવસે 27 લાખ 76 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 37 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે અંદાજે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેનો પોઝિટિવીટી રેટ 4 ટકાં પણ વધારે છે.