મધ્યપ્રદેશ: લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે અવનવી તરકીબ અપનાવતા હોય છે. તેવી જ રીતે મધ્ય પ્રદેશમાં એક યુવકે નાગરિકતા સંશોધન કાયદાને લઈને જાગૃતતા ફેલાવવા માટે પોતાના લગ્નની અનોખી કંકોત્રી છપાવી છે. યુવકે પોતાની કંકોત્રી પર ‘I Support CAA’ લખાવ્યું છે.


મધ્યપ્રદેશના નરસિંગપુર જિલ્લાના પ્રભાતે કહ્યું કે, હું સીએએ વિશે જાગૃતતા ફેલાવવા માંગું છું. હું ઈચ્છું છું કે લોકો સીએએની સાચી હકિકત જાણે અને સમજે.


ઉલ્લેખનીય છે કે સીએએ કાયદો અને એનઆરસીને લઈને દેશભરમં વિરોધ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશ પ્રથમ એવું રાજ્ય બન્યું છે. જેણે પ્રદેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સીએએ કાયદો લાગુ કર્યો છે. ઉત્તર પ્રદેશમાં વિરોધ પ્રદર્શનોમાં 21 લોકોના મોત થયા હતા.