Atiq Ahmed News:  માફિયા અતીક અહેમદને આજીવન કેદની સજા મળ્યા બાદ તેના સમર્થકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ફેસબુક પર અભદ્ર પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં આરોપીએ પીએમ મોદી વિરૂદ્ધ અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. ભાજપના નેતાઓની ફરિયાદ બાદ પોલીસે આ મામલે એફઆઈઆર નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. આરોપીનું નામ નફીસ સિદ્દીકી જણાવવામાં આવી રહ્યું છે.


વાસ્તવમાં 28 માર્ચે પ્રયાગરાજની એમપી એમએલએ કોર્ટે ઉમેશ પાલ અપહરણ કેસમાં માફિયા ડોન અતીક અહમદને દોષી ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા સંભળાવી હતી. જે બાદ અતીકના સમર્થક નફીસ સિદ્દીકીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પીએમ મોદી વિરુદ્ધ એક પોસ્ટ કરી હતી.  આ પોસ્ટમાં નફીસે સવાલ ઉઠાવ્યા હતા કે જો ઉમેશ પાલની હત્યા કોઈ અન્યએ કરી છે તો અતીકને આ મામલામાં કેમ ફસાવામાં આવે છે. એટલું જ નહીં, તેણે પોસ્ટમાં પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો.


પોલીસે આરોપી નફીસની ધરપકડ કરી હતી


ભાજપના નેતાઓની ફરિયાદ પર આરોપી નફીસ સિદ્દીકી વિરુદ્ધ બહરિયા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આઈપીસીની કલમ 153 એ અને 504 અને આઈટી એક્ટની કલમ 66 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.


અતીક સાબરમતી જેલમાં કેદી નંબર 17052 બન્યો


બીજી તરફ પ્રયાગરાજ કોર્ટમાંથી અતીક અહમદને આજીવન કેદની સજા સંભળાવ્યા બાદ તેને ફરીથી સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યો છે. અતીક હવે દોષિત કેદી તરીકે આ જેલમાં રહેશે. તેને જેલમાં બેજ નંબર પણ ફાળવવામાં આવ્યો છે. અતીકની ઓળખ હવે સાબરમતી જેલમાં કેદી નંબર 17052 તરીકે થશે. અતીકને હવે તેના નામને બદલે આ નંબરથી બોલાવવામાં આવશે. આટલું જ નહીં, જેલ મેન્યુઅલ મુજબ હવે તેણે કેદીઓના કપડા પહેરવા પડશે. અતીકને બે જોડી કપડાં આપવામાં આવ્યા છે. જેલમાં રહીને તેણે પણ અન્ય કેદીઓની જેમ કામ કરવું પડશે.


Ram Navami Violence: મહારાષ્ટ્રમાં બે જૂથો વચ્ચે મારામારી, પથ્થરમારો, બાદમાં ટોળાએ પોલીસની ગાડીને કરી આગચંપી


Maharashtra News: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના કિરાડપુરા વિસ્તારમાં બે જૂથો વચ્ચે મારામારી થયાની ઘટના સામે આવી છે. મારા મારી પછી અહીં પથ્થરમારો થયાના પણ સમાચાર છે. મળતી માહિતી અનુસાર, કેટલાક ખાનગી અને પોલીસ વાહનોને આગચાંપી કરવામાં આવી છે, પોલીસે લોકોને વિખેરવા બળપ્રયોગ કર્યો હતો જોકે, હવે સ્થિતિ કાબુમાં છે. છત્રપતિ સંભાજીનગરના સીપી નિખિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે બદમાશો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


સાંસદ ઇમ્તિયાઝ જલીલે કરી ઘટનાની નિંદા - 
આ સમગ્ર મામલે સાંસદ ઈમ્તિયાઝ જલીલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, નશાખોરોએ આતંક મચાવ્યો છે. પોલીસ ઘટનાસ્થળે મોડી પહોંચી હતી. કોઈ વરિષ્ઠ અધિકારી ન હતા, તેની વિગતે તપાસ થવી જોઈએ. આ ઘટના નિંદનીય છે. હું લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી રહ્યો છું. પોલીસ કમિશનર નિખિલ ગુપ્તાએ જણાવ્યું કે, આ ઘટના રાત્રે 12.30 વાગ્યે બની હતી. કેટલાક છોકરાઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. હું શાંત રહેવા અપીલ કરું છું. તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પોતાનું કામ કરી રહી છે.