બેંગ્લુરુઃ ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઑર્ગેનાઇજેશન એટલે કે ઇસરોએ સતત આકાશમાં પોતાની સફળતાની ઉડાન ભરી છે. અને નવા નવા ઇતિહાસ લખ્યા છે. ભારતમાં મંગળ મિશન પહેલેથી જ દુનિયાનની સૌથી સસ્તું મિશન હતું. ઇશરોના આ મિશનમાં 450 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હાલમાં જ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા દસ્તાવેજોના ઑડિટથી જાણાવા મળ્યું છે કે, ઇસરોએ 450 કરોડ રૂપિયાના બજેટમાંથી પણ 2.61 કરોડ રૂપિયા બચાવી લીધા છે. હવે રૂપિયા કેંદ્ર સરકારને પરત કરવામાં આવશે.
ઑડિટમાં જાણવા મળ્યું હતું કે, માર્સ ઑર્બિટર મિશન જ એક એવું મિશન નથી જેમા ઓછો ખર્ચ થયો છે. ઇસરોએ જીસેટ-15 કોમ્યુનિકેશન સેટેલાઇટ લૉન્ચ કરવા માટે 892.96 કરોડ માંગ્યા હતા. પરંતુ કેંદ્રએ આ માટે830.88 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. ગયા વર્ષે જીસેટ-15 સેટેલાઇટ લૉન્ચ કર્યા બાદ ઇસરોએ આ પ્રોજેક્ટ ફક્ત 806.4 કરોડમાં પૂરો કરી દીધો હતો. અને 42.48 કરોડ રૂપિયા બચાવી લીધા હતા.
આવી જ રીતે જીસેટ-16 માટે 897 કરોડ રૂપિયા માંગ્યા હતા. પરંતુ કેંદ્ર સરકારે આના માટે 865 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. જે કે સ્પેશ એજેન્સીએ આ પ્રોજેક્ટ 864.12 કરોડમાં જ પૂર કરી લીધો હતો.