નવી દિલ્લીઃ સમગ્ર ભારતમાં વિવિધ જ્ઞાતિ સંગઠનો નોકરીમાં અને શિક્ષણાં અનામતની માંગ કરી રહ્યા છે. ત્યારે બીજેપીના સાંસદ ઉદિત રાજે ક્રિકેટમાં દલિતોને અનામત આપવા માંગ કરી હતી. એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન ઉદિત રાજેએ જણાવ્યું હતું કે, સાઉથ આફ્રિકની મુખ્ય રમત ક્રિકેટ છે અને ત્યાં અનામતની જોગવાઇ કરવામાં આવી છે. એવી જ રીતે ભારતમાં પણ દલિતોને ક્રિકેટમાં અનામત આપવી જોઇએ. સાઉથ આફ્રિકામાં ક્રિકેટ ટીમમાં 5 અશ્વેતો રાખવાની જોગવાઇ છે.


ઉદિત રાજ ઉત્તર પશ્ચિમ દિલ્હીમાંથી 2014 લોકસભાની ચુંટણી જીત્યા હતા.

ભારતીય ટીમમાં અત્યાર સુધીમાં ઘણા દલિત ક્રિકેટરો આવી ગયા છે. જેમા પાલવંકર બલ્લુ, વીથલ પાલવંકર, વિનોદ કાંબલી, કરસન ઘાવરી, લાલચંદ રાજપુત, ડોડાનસિંહ ગણેશ અને એકનાથ ધોંડુનો સમાવેશ થાય છે.