નવી દિલ્હીઃ ૧૧ રાજ્યોની ૫૮ વિધાનસભા બેઠકોની 3 નવેમ્બરે યોજાયેલી પેટા ચૂંટણીની પણ મતગણતરી શરૂ છે. ૫૮ પૈકી મધ્ય પ્રદેશમાં સૌથી વધુ ૨૮ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી. મધ્ય પ્રદેશમાં ભાજપ સરકારને બહુમતી માટે ૨૮માંથી ૮ બેઠકોની જરૂર છે.

આ ઉપરાંત ગુજરાતની આઠ, ઉત્તર પ્રદેશની સાત, મણિપુરની ચાર, કર્ણાટકની બે, ઓડિશાની બે, ઝારખંડની બે, નાગાલેન્ડની બે, તેલંગણાની એક, હરિયાણાની એક અને છત્તીસગઢની એક વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ પણ આજે જાહેર થશે.

આ દરમિયાન મણિપુરમાં ભાજપના ઉમેદવારની જીત થઈ છે. રાજ્યના વાંગજિંગ તેંઠા બેઠક પર  ભાજપના ઉમેદવારની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર પઓનમ બ્રોજેન સિંહને 14,827 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર એમ હેમંત સિંહને 12,998 વોટ મળ્યા હતા. ભાજપના ઉમેદવારની 1829 મતથી જીત થઈ હતી.  કુલ 28304 વોટમાંથી  અપક્ષને 325 અને નોટાને 154 મત મળ્યા હતા.



US ચૂંટણીમાં હારથી રઘવાયા બનેલા ટ્રમ્પ  કોરોનાની રસીની જાહેરાતને લઈ ભડક્યાં, ફાઇઝર પર લગાવ્યો આ આરોપ

ગુજરાતમાં ચાર દિવસમાં જોવા મળશે ઠંડીનો જોરદાર ચમકારો, જાણો કેટલા ડીગ્રી તાપમાન ઓછું થઈ જશે ?