દેશના આ રાજ્યમાં કોરોનાથી નથી થયું એક પણ મોત, છતાં આજે બપોરે 2 વાગ્યાથી લાદશે 14 દિવસનું આકરું લોકડાઉન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Jul 2020 09:58 AM (IST)
લોકડાઉન દરમિયાન હોસ્પિટલ, મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. ઉપરાંત અન્ય જરૂરી સેવાઓ પર પ્રતિબંધ નહીં લાગે.
પ્રતિકાત્મક તસવીર.
ઈમ્ફાલ: દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. દિવસેને દિવસે સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે કેટલાક રાજ્યોએ ફરી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. મણિપુરમાં પણ 14 દિવસ માટે સંપૂર્ણ લોકાડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. મણિપુરમાં આજે બપોરે 2 વાગ્યાથી લોકડાઉન લાદવામાં આવશે. મુખ્યમંત્રી એન.બિરેન સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોરોના વાયરસના વધતા કેસને લઈને લોકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. લોકડાઉન દરમિયાન હોસ્પિટલ, મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. ઉપરાંત અન્ય જરૂરી સેવાઓ પર પ્રતિબંધ નહીં લાગે. તમામ માર્કેટ અને દુકાનો પૂરી રીતે બંધ રહેશે. સરકારી અને ખાનગી ઓફિસો બંધ રહેશે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધી 2060 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાંથી 1428 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને 632 દર્દીઓની સારવાર ચાલી રહી છે.