જયપુર: રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે અને સરકાર પાડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ચૂંટાયેલી સરકારને તોડી પાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. સાથે તેમણે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના નામનો ઉલ્લેખ કર્યો છે.


ગેહલોતે પત્રમાં લખ્યું કે, નરેન્દ્ર મોદીજી, હું તમારુ ધ્યાન અનેક રાજ્યોમાં ચૂંટાયેલી સરકારને લોકતાંત્રિક મર્યાદાઓથી વિપરીત હોર્સ ટ્રેડિંગના માધ્યમથી તોડી પાડવાના પ્રયાસો તરફ દોરવા માંગું છું. તેમણે કહ્યું, કોરોનાની આ મહામારીના સમયમાં જીવ રક્ષા જ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. એવામાં રાજસ્થાનમાં ચૂંટાયેલી સરકાર તોડી પાડવાનો કુપ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કૃત્યમાં કેન્દ્ર મંત્રી શેખાવત, ભાજપના અન્ય નેતા તથા અમારા પક્ષના કેટલાક અતિ મહાત્વાકાંક્ષી નેતાઓ સામેલ છે.



મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું કે, મને આ વાતનો હંમેશા અફસોસ રહેશે કે, આજે સામાન્ય જનતાના જીવન તથા આજીવીકાને બચાવવાની જવાબદારી કેન્દ્ર તથા રાજ્ય સરકારની નિરંતર બનેલી છે. તેની વચ્ચે કેન્દ્રમાં સત્તા પક્ષ કેવી રીતે કોરોના વ્યવસ્થાની પ્રાથમિકતાને છોડીને કૉંગ્રેસની રાજ્ય સરકારને પાડવાના કાવતરામાં મુખ્ય ભાગીદારી ભજવી રહી છે. એવો જ આરોપ પૂર્વમાં કોરોના કારણે મધ્યપ્રદેશ સરકાર તોડી પાડવાના સમયે લાગ્યા હતા તથા આપની પાર્ટીની દેશભરમાં બદનામી થઈ હતી.

ગેહલોતે કહ્યું કે, મને ખબર નથી કે કઈ હદ સુધી આપને આ મામલે જાણકારી હશે અથવા આપને ગુમરાહ કરવામાં આવી રહ્યાં છે. ઈતિહાસ આવા કૃત્યમાં ભાગીદાર બનનારને ક્યારેય માફ નહીં કરે.