Manipur Violence: હિંસાગ્રસ્ત મણિપુરમાં શાંતિ પ્રયાસોને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. એક રિપોર્ટ અનુસાર, મણિપુરના ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ખમેનલોક વિસ્તારમાં તાજેતરની હિંસામાં નવ લોકોના મોત થયા છે. આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની માહિતી પણ સામે આવી છે.
સમાચાર એજન્સી ANI અનુસાર, મંગળવારે (13 જૂન)ના રોજ ઉગ્રવાદીઓ દ્વારા અચાનક કરવામાં આવેલી ફાયરિંગમાં 9 લોકોના મોત થયા હતા અને 10 લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન તોફાની તત્વોએ ખમેનલોક ગામના ઘણા ઘરોને પણ આગ લગાવી દીધી હતી. તામેંગલોંગ જિલ્લાના ગોબાજંગમાં પણ ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
મૃત્યુ પામેલા 9 લોકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.
ઈમ્ફાલ પૂર્વના પોલીસ કમિશનર શિવકાંત સિંહે જણાવ્યું કે ખમેનલોક વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસામાં 9 લોકો માર્યા ગયા અને 10 ઘાયલ થયા હતા. પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. એનડીટીવીના અહેવાલ મુજબ, મૃત્યુ પામેલા નવ લોકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. ઘણા ઘાયલોને સારવાર માટે ઈમ્ફાલ લઈ જવામાં આવ્યા છે.
હિંસામાં માર્યા ગયેલા ઘણા લોકોના શરીર પર ઈજાના નિશાન અને ગોળીઓના ઘા મળી આવ્યા છે. મણિપુરમાં તાજેતરની હિંસાએ રાજ્યમાં શાંતિના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે. હિંસાગ્રસ્ત મણિપુરમાં એક મહિનાથી વધુ સમયથી શાંતિ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનામતને લઈને મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે અથડામણ થઇ હતી.
કુપવાડામાં Loc નજીક 2 આતંકી ઠાર
Terrorists Killed In Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના કુપવાડાને અડીને આવેલી Loc પાસે ભારતીય સેના અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કુપવાડા જિલ્લાના ડોબનાર માચલ વિસ્તારમાં પડતી નિયંત્રણ રેખા નજીક ઓપરેશનમાં આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી. એવી આશંકા છે કે આતંકીઓએ તાજેતરમાં ઘૂસણખોરી કરી હશે.