CM Biren Singh House: મણિપુરમાં ટોળાએ ગુરુવારે (28 સપ્ટેમ્બર) મુખ્યમંત્રી એન બિરેન સિંહના પરિવારના ખાલી પડેલા ઘર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, પોલીસે જણાવ્યું કે આ દરમિયાન સુરક્ષા દળોએ ભીડને વિખેરી નાખી હતી.


 






એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઇમ્ફાલના હિંગંગ વિસ્તારમાં મુખ્યમંત્રીના પરિવારના ઘર પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ ભીડને ઘરથી લગભગ 100 મીટર દૂર રોકી હતી. અધિકારીએ કહ્યું કે હવે ઘરમાં કોઈ રહેતું નથી, જોકે તે કડક સુરક્ષા હેઠળ છે.


વિદ્યાર્થીઓના મોતને લઈને હોબાળો


તમને જણાવી દઈએ કે, સોમવાર (25 સપ્ટેમ્બર)ના રોજ મણિપુરમાં ફરી તણાવ ફેલાઈ ગયો જ્યારે જુલાઈથી ગુમ થયેલા બે વિદ્યાર્થીઓના મૃતદેહોની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. બે યુવકોના મોતને લઈને વિદ્યાર્થીઓએ મંગળવાર અને બુધવારે (26-27 સપ્ટેમ્બર) હિંસક વિરોધ કર્યો હતો. ટોળાએ ગુરુવાર (સપ્ટેમ્બર 28) ની વહેલી સવારે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં તોડફોડ કરી હતી અને બે-ચાર વ્હીલર્સને આગ ચાંપી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોએ પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી છે.


પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ


અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉરીપોક, યૈસ્કુલ, સગોલબંદ અને ટેરા વિસ્તારોમાં વિરોધીઓની સુરક્ષા દળો સાથે અથડામણ થઈ હતી, જેના કારણે સુરક્ષા દળોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના અનેક શેલનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ કાર્યવાહીમાં ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. ઘણા જવાનો પણ ઘાયલ થયા છે.


પોલીસ હેડક્વાર્ટર ખાતે બેઠક યોજાઈ હતી


 






મણિપુર પોલીસે કહ્યું છે કે વરિષ્ઠ અધિકારીઓને પોલીસ હેડક્વાર્ટરમાં એક બેઠકમાં પરિસ્થિતિ વિશે જાણ કરવામાં આવી હતી. પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ કરી કે, રાજ્યમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે ઈમ્ફાલમાં પીએચક્યૂમાં સીએએપીએફના વરિષ્ઠ અધિકારીઓની બેઠક થઈ. વિદ્યાર્થીઓ સાથે સુરક્ષાદળોના જવાનોને પણ ઈજા થઈ હતી.