Manish Gupta Death Case: ગોરખપુર (Gorakhpur)માં બિઝનેસમેન મનીષ ગુપ્તાના સંદિગ્ધ મોત મામલે બે આરોપી પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે (UP Police) આરોપી ઈન્સપેક્ટર જગત નારાયણ સિંહ અને અક્ષય મિશ્રાની ધરપકડ કરી છે.  બંને પોલીસકર્મીઓ પર બિઝનેસમેનને માર મારી હત્યા કરવાનો આરોપ છે.  



યુપીના ગોરખપુરમાં કાનપુરના  વેપારી મનીષ ગુપ્તાના મર્ડર કેસમાં  રવિવારના યૂપી પોલીસે ખૂબ જ મોટી કાર્યવાહી  કરી હતી.  પોલીસે બે આરોપી પોલીસ અધિકારીઓની ધરપકડ કરી છે. આ મામલામાં 6 પોલીસકર્મીઓને આરોપી બનાવવામાં આવ્યા છે, જેમને ઘટના થયા પછી શોધવામાં આવી રહ્યા છે. મનીષ ગુપ્તા મામલે બંને પોલીસકર્મીઓ પર એક-એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.  ધરપકડ કરવામાં આવેલ એક આરોપીનું નામ ઇન્સ્પેક્ટર જે.એન. સિંહ અને બીજાનું નામ એસઆઈ અક્ષય મિશ્રા છે. બંનેને ગોરખપુર પોલીસે ધરપકડ કરી છે, ત્યારબાદ બંને પોલીસકર્મીઓને કાનપુર એસઆઈટીના હવાલે કરી દેવામાં આવ્યા છે.


કાનપુર સ્થિત બિઝનેસમેન મનીષ ગુપ્તા તેના મિત્રો સાથે ગોરખપુરની એક હોટલમાં રોકાયો હતો, આ દરમિયાન પોલીસકર્મીઓ તેના રૂમમાં દાખલ થયા હતા. ત્યારબાદ તેને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. આ કેસમાં ગોરખપુરના છ પોલીસકર્મીઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ ઘટના બાદથી આરોપી ફરાર હતો, જેમાંથી આજે બેની ધરપકડ કરવામાં આવી હતી. કેસની શરૂઆતમાં ફરાર આરોપીઓ પર 25-25 હજારનું ઈનામ જાહેર કરાયું હતું, જે બાદમાં વધારીને એક લાખ કરવામાં આવ્યું હતું.


આ કેસ ચર્ચામાં આવ્યા બાદ બાદ વિપક્ષે યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સપા પ્રમુખ અખિલેશ યાદવ મનીષ ગુપ્તાની પત્ની મીનાક્ષી અને અન્ય સંબંધીઓને મળ્યા હતા. બાદમાં સરકારે આ મામલે CBI તપાસની ભલામણ કરી હતી. જોકે સીબીઆઈએ હજુ સુધી આ કેસ હાથમાં લીધો નથી. જેના કારણે SIT ટીમ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.