Manish Sisodia Letter:  દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ જેલમાંથી પીએમ મોદી પર નિશાન સાધતા દેશના નામે પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે લખ્યું છે કે, વડાપ્રધાનનું ઓછું શિક્ષિત હોવું દેશ માટે ખતરનાક છે. સિસોદિયાએ આરોપ લગાવ્યો કે પીએમ મોદી શિક્ષણનું મહત્વ નથી સમજતા અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે દેશભરમાં 60,000 શાળાઓ બંધ કરી દીધી છે.










પીએમ પર કટાક્ષ કરતા સિસોદિયાએ કહ્યું હતું કે, દેશની પ્રગતિ માટે વડાપ્રધાન શિક્ષિત હોવા જરૂરી છે. સિસોદિયાએ પોતાના પત્રમાં લખ્યું છે કે, જ્યારે પીએમ કહે છે કે ગંદા નાળામાંથી ગેસ કાઢીને ચા બનાવી શકાય છે ત્યારે મારું હૃદય ડૂબી જાય છે.


'સિસોદિયાએ પીએમ પર ગંભીર સવાલો ઉઠાવ્યા'


મનીષ સિસોદિયાએ જેલમાંથી દેશને લખેલા પત્રમાં પીએમ મોદીની બંધારણીયતા પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તેમણે પોતાના પત્રમાં કહ્યું છે કે દેશના પીએમ ઓછું ભણેલા હોવાથી વિશ્વના વડાઓ તેમને ગળે લગાવી ઘણા કાગળો પર સહી કરાવી જાય છે કારણ કે તેઓ ઓછા ભણેલા હોવાના કારણે વડાપ્રધાન સમજી શકતા નથી.


સિસોદિયાએ આગળ લખ્યું હતું કે આજે દેશનો યુવા મહત્વાકાંક્ષી છે, તે કંઈક કરવા માંગે છે અને તે તકો શોધી રહ્યો છે, તે દુનિયા જીતવા માંગે છે. તે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અજાયબીઓ કરવા માંગે છે. શું ઓછું ભણેલા વડા પ્રધાનમાં આજના યુવાનોના સપના પૂરા કરવાની ક્ષમતા છે? તાજેતરના વર્ષોમાં દેશભરમાં 80,000 સરકારી શાળાઓ કેમ બંધ કરવામાં આવી? એક તરફ દેશની વસ્તી વધી રહી છે તો સરકારી શાળાઓની સંખ્યા પણ વધવી જોઈતી હતી?