તિવારીએ કહ્યું કે શહીદ ભગત, રાજગુરુ અને સુખદેવે બ્રિટિશ સામ્રાજ્યવાદ સામે પ્રતિરોધ કર્યો અને તેમનાથી દેશભક્તોની એક આખી પેઢી પ્રેરિત થઈ છે અને આ ક્રાંતિકારીઓએ 23 માર્ચ 1931ના રોજ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.
તેમણે પીએમ મોદીને આગ્રહ કર્યો કે 26 જાન્યુઆરી 2020ના રોજ આ ત્રણેય શહીદોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે. સાથે તેમણે આગ્રાહ કર્યો છે કે તેઓને અધિકારિક રીતે શહીદ-એ-આઝમ જાહેર કરવામાં આવે. પીએમ મોદીને લખેલો પત્ર મનીષ તિવારીએ પોતાના ટ્વિટર પર શેર કર્યો છે.