લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સન્મામાં રાષ્ટ્રપતિ ભવનમાંથી મોકલવામાં આવેલ ડિનર માટેના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ડિનરમાં આમંત્રિત ન કરવાને કારણે પ્રતિવાદમાં તેમણે આ નિર્ણય કર્યો છે. અધીરે કહ્યું કે, પીએમ મોદી જ્યારે અમેરિકાના પ્રવાસ પર ગયા હતા, ત્યારે ત્યાં આયોજિત થયેલ ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં અમેરિકાના બન્ને મુખ્ય રાજનીતિક પક્ષ રિપબ્લિક અને ડેમોક્રેટ્સના પ્રતિનિધિ હાજર હતા, પરંતુ અહીં ટ્રમ્પના સન્મામાં આયોજિત ડિનરમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આમંત્રિત કરવામાં આવ્યા નથી.
પીએમ મોદીની ટીકા કરતાં અધીરે કહ્યું હતું કે, લોકતંત્રમાં શિષ્ટાચાર નામની પણ કોઈ વસ્તું હોય છે. હવે તો ભારતનો મતલબ જ મોદી શો લાગે છે. કોંગ્રેસ 134 વર્ષ જૂની રાજનીતિક પાર્ટી છે. વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોમાં કોંગ્રેસના નેતા સ્વીકૃત છે, તેમ છતાં ટ્રમ્પના ડિનરમાં સોનિયા ગાંધીને ન બોલાવવામાં આવ્યા. આ અપમાનજકન છે. અધીરે ટ્રમ્પના ભારત પ્રવાસ પર કેન્દ્ર તરફથી કરવામાં આવી રહેલ ખર્ચ પણ સવાલ ઉઠાવ્યા.
અધિર રંજન ઉપરાંત મનમોહન સિંહે પણ સોમવારે રાષ્ટ્રપતિ કાર્યાલયને ફોન કરીને ડિનરમાં ન સામેલ થવાની જાણકારી આપી છે. સૂત્રો પ્રમાણે, ગુલામ નબી આઝાદે પહેલા ડિનરમાં આવવા પર સહમતિ આપી હતી, પરંતુ હવે તેમણે પણ આવવાની ના પાડી દીધી છે.