Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ

Manmohan Singh Death Live: આ પહેલા તેઓ ભારતના નાણા મંત્રી અને નાણા સચિવ પણ રહી ચુક્યા છે

gujarati.abplive.com Last Updated: 27 Dec 2024 01:01 PM
Manmohan Singh Death Live:  કોંગ્રેસની બેઠકમાં મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અપાશે

આજે સાંજે 5 વાગ્યે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે, જેમાં દેશના પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

Manmohan Singh Death Live: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિવાસસ્થાને જઇને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે તેમના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી.





Manmohan Singh Death Live: મલ્લિકાર્જુન ખડગેને શ્રદ્ધાંજલિ

કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના અંતિમ દર્શન કર્યા હતા અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

Manmohan Singh Death Live: મનમોહન સિંહના નિધનથી ખૂબ જ દુઃખ થયું - પીએમ મોદી

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર પીએમ મોદીએ ઈમોશનલ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં પીએમ મોદીએ કહ્યું, "ડૉ. મનમોહન સિંહના નિધનથી આપણા બધાના મનમાં ખૂબ દુઃખ છે. વિભાજનના સમયગાળા દરમિયાન ભારત આવવું અને દરેક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરવી એ સરળ વાત નથી. એક ઉમદા વ્યક્તિ તરીકે, એક વિદ્વાન અર્થશાસ્ત્રી તરીકે તેમને હંમેશા યાદ કરવામાં આવશે."




Manmohan Singh Death Live: પૂર્વ પીએમના ઘરે પહોંચ્યા રાહુલ-સોનિયા

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે મનમોહન સિંહના ઘરે પહોંચ્યા છે.

Manmohan Singh Death Live: મનમોહન સિંહના પાર્થિવ દેહને કોંગ્રેસ હેડક્વાર્ટર લાવવામાં આવશે

મનમોહન સિંહના પાર્થિવ દેહને આવતીકાલે સવારે (28 ડિસેમ્બર) કોંગ્રેસના મુખ્યાલયમાં લાવવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર દસ વાગ્યા પછી રાજઘાટ પાસે થઈ શકે છે.

Manmohan Singh Death Live: રાજનાથ સિંહ મનમોહન સિંહના અંતિમ દર્શને પહોંચ્યા

પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને દિલ્હીના એલજી વીકે સક્સેના તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે.

Manmohan Singh Death Live: પ્રિયંકા ગાંધી મનમોહન સિંહના અંતિમ દર્શન માટે પહોંચ્યા

વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે.

Manmohan Singh Death Live: PM મોદી શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા

પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી મોતીલાલ નેહરુ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. તેમના પહેલા ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.









Manmohan Singh Death Live: અમિત શાહ પૂર્વ PM મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા

અમિત શાહ પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા છે. પીએમ મોદી પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા જઈ શકે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહના નિવાસસ્થાને પહોંચ્યા છે.









Manmohan Singh Death Live: આસામ સરકારે રાજકીય શોક જાહેર કર્યો

ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન પછી આસામ સરકારે 26 ડિસેમ્બર 2024 થી 1 જાન્યુઆરી 2025 સુધી 7 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન તમામ સરકારી ઇમારતો અને તમામ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

Manmohan Singh Death Live: 'મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન ઝડપી આર્થિક વિકાસ થયો હતો'

પૂર્વ PM ડૉ. મનમોહન સિંહના નિધન પર પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ કહ્યું કે, "2007 થી 2014 વચ્ચે તેઓ PM હતા અને હું રાજ્યસભાનો અધ્યક્ષ હતો. તેઓ હંમેશા રચનાત્મક સૂચનો આપતા. આ જ કારણ છે કે તેમના કાર્યકાળ દરમિયાન ક્યારેય એવું નથી બન્યું કે સંસદમાં બહુ હંગામો થયો હોય. તેમણે નીતિઓ બદલી, જેના પરિણામે દેશમાં ઝડપી આર્થિક વિકાસ થયો. તેઓ હંમેશા સંસદમાં ચર્ચામાં ભાગ લેતા હતા."

Manmohan Singh Death Live: આરએસએસના વડા મોહન ભાગવતે શોક વ્યક્ત કર્યો

મનમોહન સિંહના નિધન પર આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું, "ભારતના પૂર્વ વડાપ્રધાન અને દેશના વરિષ્ઠ નેતા ડૉ. સરદાર મનમોહન સિંહના નિધનથી સમગ્ર દેશ અત્યંત દુઃખી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમના પરિવાર અને અસંખ્ય પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. મનમોહન સિંહે સામાન્ય પરિવારમાંથી આવીને દેશના સર્વોચ્ચ પદને સુશોભિત કર્યું હતું. વિશ્વના જાણીતા અર્થશાસ્ત્રી ડૉક્ટર મનમોહન સિંહનું ભારતમાં યોગદાન હંમેશા સ્મરણીય રહેશે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે દિવંગત આત્માને શાંતિ આપે.

Manmohan Singh Death Live: શશિ થરૂરે દુઃખ વ્યક્ત કર્યું

પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન પર કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું હતું કે, "આ ખૂબ જ દુઃખદ છે. તેઓ એક મહાન વડાપ્રધાન હતા જેમણે દેશની સેવા કરી. અમે અમારા તમામ કાર્યક્રમો રદ કરીને દિલ્હી પાછા જઈ રહ્યા છીએ.

Manmohan Singh Death Live: મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી બેલગાવીથી પરત ફર્યા

કર્ણાટકના બેલગાવીથી પરત ફરેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમના પરિવારને મળ્યા હતા.

Manmohan Singh Death Live: તમામ સરકારી કાર્યક્રમો રદ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર આજે યોજાનાર તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. તેમજ 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે સવારે 11 વાગ્યે કેબિનેટની બેઠક મળશે જેમાં મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

Manmohan Singh Death Live: અમેરિકાએ શોક વ્યક્ત કર્યો

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની જે. બ્લિંકને ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં તેમણે કહ્યું કે, "અમેરિકા પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન પર ભારતના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. ડૉ. મનમોહન સિંહ યુએસ-ભારત વ્યૂહાત્મક ભાગીદારીના મોટા સમર્થકોમાંના એક હતા.." તેમના કામે આપણા દેશોએ સાથે મળીને જે હાંસલ કર્યું છે તેનો પાયો નાખ્યો હતો મનમોહન સિંહને તેમના આર્થિક સુધારાઓ માટે યાદ કરવામાં આવે છે. અમે ડૉ. સિંહના નિધન પર શોક વ્યક્ત કરીએ છીએ, જેમણે ભારતના ઝડપી આર્થિક વિકાસને પ્રોત્સાહન આપ્યું હતું, અમે અમેરિકા અને ભારતને નજીક લાવવાના તેમના સમર્પણને હંમેશા યાદ રાખીશું.





Manmohan Singh Death Live: PM મોદી આજે મનમોહન સિંહના અંતિમ દર્શન માટે જઈ શકે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મનમોહન સિંહના અંતિમ દર્શન માટે આજે મોતીલાલ નેહરુ માર્ગ જઈ શકે છે. પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહ હાલમાં અહીં રાખવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો

Manmohan Singh Death Live: ભારતીય ખેલાડીઓ મનમોહન સિંહના સન્માનમાં હાથ પર કાળી પટ્ટી પહેરી મેદાનમાં ઉતર્યા

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સન્માનમાં ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા હતા. ભારતના આર્થિક સુધારાના જનક મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું હતું.





Manmohan Singh Death Live:  કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે આ વાત કહી

કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે કહ્યું હતું કે, "આ એક દર્દનાક સ્થિતિ છે. ડૉ. મનમોહન સિંહ કોંગ્રેસ અને દેશના વાસ્તવિક આઇકોન હતા. દેશ પર શાસન કરવાની તેમની ક્ષમતા અને વિઝન બધાએ જોયું હતું. મનમોહન સિંહજીએ ભારતીય અર્થવ્યવસ્થાનો પરિદ્દશ્ય બદલી દીધો હતો.  "કોંગ્રેસના તમામ કાર્યક્રમો 7 દિવસ માટે રદ કરવામાં આવ્યા છે."

આનંદ મહિન્દ્રા અને ગૌતમ અદાણીએ દુઃખ વ્યક્ત કર્યું

મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શનિવારે કરવામાં આવશે

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શનિવારે થશે, જેના માટે શુક્રવારે સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ગુરુવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શનિવારે કરવામાં આવશે. અમે સત્તાવાર રીતે જાહેરાત કરીશું. મનમોહન સિંહના નિધનને દેશ માટે દુ:ખદ ખોટ ગણાવતા તેમણે કહ્યું કે મનમોહન સિંહ કોંગ્રેસ અને દેશનું અસલી પ્રતીક હતા.





મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી ડૉ.મનમોહન સિંહના નિવાસસ્થાને પહોંચ્યા હતા

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભા નેતા રાહુલ ગાંધી પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહના નિવાસસ્થાને પહોંચ્યા હતા.





પૂર્વ પીએમ મનમોહન સિંહના પાર્થિવ દેહને એઈમ્સથી તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો

પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહને એઇમ્સમાંથી તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. પૂર્વ પીએમનું 92 વર્ષની વયે અવસાન થયું હતું. ભારત સરકારે તમામ કાર્યક્રમો રદ કર્યા છે અને 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

ઘરે પહોંચ્યો મનમોહન સિંહનો પાર્થિવદેહ

બ્રેકગ્રાઉન્ડ

Manmohan Singh Death Live: પૂર્વ PM મનમોહન સિંહનું દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું છે. કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ગઇકાલે સાંજે તેમની તબિયત બગડતાં તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


ડૉ.મનમોહન સિંહ 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન હતા. આ પહેલા તેઓ ભારતના નાણા મંત્રી અને નાણા સચિવ પણ રહી ચુક્યા છે. નરસિમ્હા રાવની સરકાર દરમિયાન અર્થવ્યવસ્થાના ઉદારીકરણમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.