PM Modi Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​(28 મે) ‘મન કી બાત’ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે  'મન કી બાત'નો આ એપિસોડ બીજી સદીની શરૂઆત છે. ગયા મહિને આપણે બધાએ તેની વિશેષ સદીની ઉજવણી કરી. તમારી ભાગીદારી આ કાર્યક્રમની સૌથી મોટી તાકાત છે.






પીએમ મોદીએ કહ્યું, જ્યારે 'મન કી બાત' પ્રસારિત કરવામાં આવી હતી, તે સમયે વિશ્વના વિવિધ દેશોમાં, અલગ-અલગ ટાઈમ ઝોનમાં ક્યાંક સાંજ હતી તો ક્યાંક મોડી રાત હતી. છતાં, મોટી સંખ્યામાં લોકોએ 100મો એપિસોડ સાંભળ્યો હતો.






 


પીએમ મોદીએ કહ્યું હતું કે છેલ્લી ‘મન કી બાત’માં કાશી તમિલ સંગમ વિશે વાત કરી હતી. સૌરાષ્ટ્ર તમિલ સંગમની વાત કરી હતી. થોડા સમય અગાઉ વારાણસીમાં કાશી તેલુગુ સંગમ પણ થયું હતું. એક ભારતની મહાન ભાવનાને બળ આપવા માટે દેશમાં આવો જ એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. યુવા સંગમનો આ પ્રયાસ છે.


આ દરમિયાન પીએમ મોદીએ એક ભારત, શ્રેષ્ઠ ભારત યોજના હેઠળ યુવા સંગમ કાર્યક્રમની ચર્ચા કરતા કેટલાક પ્રતિભાગીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન અરુણાચલ પ્રદેશના વિદ્યાર્થી ગ્યામર ન્યોકુમે પીએમ સાથે વાત કરી અને તેમને સંગમ કાર્યક્રમ પર બ્લોગ લખીને પોતાના અનુભવો શેર કરવાની સલાહ આપી હતી.


પીએમ મોદીએ તેમની જાપાન મુલાકાતનો ઉલ્લેખ કર્યો


પોતાની જાપાન મુલાકાતનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, થોડા દિવસો પહેલા હું જાપાન ગયો હતો જ્યાં મને હિરોશિમા પીસ મેમોરિયલની મુલાકાત લેવાની તક મળી. તે ભાવનાત્મક ક્ષણ હતી. જ્યારે આપણે ઈતિહાસની યાદોને સાચવીએ છીએ ત્યારે આવનારી પેઢીઓને ઘણી મદદ કરે છે.


પીએમ મોદીએ કહ્યું કે ‘યુવા સંગમ’ના પ્રથમ રાઉન્ડમાં લગભગ 1200 યુવાનોએ દેશના 22 રાજ્યોની મુલાકાત લીધી. દરેક વ્યક્તિ જે તેનો હિસ્સો છે તે યાદો સાથે પરત ફરી રહ્યો છે જે જીવનભર તેમના હૃદયમાં રહેશે.


પીએમ મોદીએ કહ્યું કે યુવા સંગમમાં તમારો અનુભવ કેવો રહ્યો, તેના વિશે બ્લોગ લખો. જેથી દેશના અન્ય યુવા મિત્રોને ખબર પડે કે એક ભારત શ્રેષ્ઠ ભારતની યોજના શું છે. આ સિવાય વડાપ્રધાને બિહારની પુત્રી વિશાખા સિંહ સાથે યુવા સંગમ અંગે વાતચીત કરી હતી. તેમણે વિશાખાને તેના અનુભવ પર બ્લોગ લખવાનું પણ કહ્યું હતું.