નવી દિલ્હીઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો પર પ્રસારિત થનારા કાર્યક્રમ મન કી બાત દ્ધારા લોકોને સંબોધ્યા હતા. આ તેમના રેડિયો કાર્યક્રમની 51મું અને આ વર્ષનું અંતિમ સંસ્કરણ હતું. મન કી બાતના પ્રારંભમાં મોદીએ સરકારની 2018 વર્ષની સિદ્ધિઓની વાત કરી હતી. મોદીએ નવા વર્ષ પર ખેડૂતોને આપી શુભેચ્છા પાઠવી.

મોદીએ કહ્યું હતું કે, 2018મું વર્ષ પૂર્ણ થવાનું છે અને આપણે 2019ના વર્ષમાં પ્રવેશ કરવાના છીએ. સ્વાભાવિક રીતે ગયા વર્ષની ચર્ચા થતી રહેશે અને આવનારા વર્ષના સંકલ્પ પણ ચર્ચા સંભળાશે.  કુંભ મેળા વિશે મોદીએ કહ્યું કે, તેનું સ્વરૂપ જેટલું દિવ્‍ય તેટલું જ ભવ્ય હોય છે. 15 જાન્યુઆરીથી કુંભ મેળો શરૂ થઈ રહ્યો છે. મોદીએ વધુમાં કહ્યું કે,  આ વર્ષે વિશ્વની સૌથી મોટી આયુષ્યમાન યોજના શરૂ થઈ. દેશના દરેક ઘર સુધી વીજળી પહોંચી. સ્વચ્છતા કવરેજ વધી 99.5 સુધી પહોંચી ગયો. સરદાર પટેલની યાદમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી દેશને મળ્યું. સૌર ઉજામાં આપણને વિશ્વમાં સ્થાન મળ્યું છે. દેશની દીકરીઓએ નાવિકા સાગર પરિક્રમાના માધ્યમથી સમગ્ર વિશ્વનું ભ્રમણ કરીને દેશને ગર્ભથી ભરી દીધો છે.

મોદીએ કહ્યું કે, દેશને સેલ્ફ ડિફેન્સમાં નવી મજબૂતી મળી છે. આપણા દેશ઼ે સફળતાપૂર્વક ન્યૂક્લિયર ટ્રાયડને પુરો કર્યો છે એટલે કે હવે આપણે પાણી, જમીન અને આકાશમાં પણ પરમાણુ શક્તિ સંપન્ન દેશ છીએ. 12 વર્ષની હનાયા નિસારે કોરિયામા કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો. તે કાશ્મીરના અનંતનાગમા રહે છે. તેમણે કહ્યું કે આઝાદી બાદ લાલકિલ્લા પરથી પહેલીવાર આઝાદ હિંદ સરકારની 75મી વર્ષગાઠ પર તિરંગો ફરકાવવામાં આવ્યો. ભારતમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પહેલી મહાસભાનું આયોજન થયું. આપણા સામૂહિક પ્રયત્નોનું જ પરિણામ છે કે આપણા દેશની ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં અભૂતપૂર્વ સુધાર થયો.

મોદીએ કહ્યુ કે, કુંભ મેળામાં આસ્થા અને શ્રદ્ધાનો જનસાગર ઉમટે છે. એક સાથે એક સ્થળ પર દેશ અને વિદેશમાં લાખો કરોડો લોકો પહોંચે છે. કુંભની પંરપરા આપણી મહાન સાંસ્કૃતિક વારસાથી પલ્લવિત થઇ છે. આ વખતે શ્રદ્ધાળુ સંગમમાં પવિત્ર સ્નાન બાદ અક્ષયવટના પૂણ્ય દર્શન પણ કરશે.